SukhbirSingh Badal Attacked in Nanded Maharashtra News: મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણી અકાલી દળ (SAD)ના પ્રમુખ અને પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર હુમલાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ગુરુદ્વારા પરિસરમાં એક નેહંગ શીખે તેમના પર ધારદાર હથિયાર, જેને કૃપાણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, વડે હુમલો કર્યો હતો. ઘટનામાં બાદલને હાથમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.
ગુરુદ્વારા પરિસરમાં થયો હુમલો
આ ઘટના નાંદેડના માતા સાહિબ કૌર વિસ્તારના એક ગુરુદ્વારા પરિસરમાં બની હતી. હુમલા બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાદલની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હોવાની માહિતી છે.

હુમલાખોરની તાત્કાલિક ધરપકડ
ઘટના બાદ પોલીસે હુમલાખોર નેહંગ શીખને ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં તે ગુરુદ્વારા સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે અને હુમલા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલા બાદ સુખબીર સિંહ બાદલને(SukhbirSingh Badal) નાંદેડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. તેમની ઈજા કેટલી ગંભીર છે તે અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
પરિવાર સાથે ગુરુદ્વારા દર્શન કર્યા હતા
હુમલા પહેલાં સુખબીર સિંહ બાદલે(SukhbirSingh Badal) પોતાના પરિવાર સાથે તખ્ત શ્રી પટના સાહિબના દર્શન કર્યા હતા. ત્યારબાદ નાંદેડમાં આ હુમલાની ઘટના બની હતી. હાલમાં પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને હુમલાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
અગાઉ પણ સુખબીર બાદલ પર થયો હતો હુમલો
સુખબીર સિંહ બાદલ (SukhbirSingh Badal) અગાઉ પણ હુમલાનો સામનો કરી ચૂક્યા છે. 4 ડિસેમ્બર 2024ના રોજ અમૃતસરના સ્વર્ણ મંદિર પરિસરમાં તેમની તરફ ગોળી ચલાવવામાં આવી હતી. જોકે, તે સમયે સુરક્ષા કર્મચારીઓ અને ત્યાં હાજર લોકોએ હુમલાખોરને તરત જ પકડી લીધો હતો. હાલ નાંદેડની ઘટનામાં આરોપીની પૂછપરછ અને પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ હુમલા પાછળનું કારણ અને સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો:પંજાબમાં કેપ્ટન અને સુખબીર સિંહ બાદલ એક સાથે આવી શકે છે!રાજકીય સમીકરણો બદલાયા
આ પણ વાંચો:પંજાબના પૂર્વ નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ
આ પણ વાંચો:પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખવીર સિંહ બાદલ પર ઘાતક હુમલો,ગોળી મારવાનો પ્રયાસ
