Not Set/ હાર્દિક પટેલના ઉપવાસનો 15મો દિવસ,હાર્દિકે શરદ યાદવને હાથે પીધુ પાણી

અમદાવાદ, હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 15મો દિવસ છે. ત્યારે જે.ડી.યુના અધ્યક્ષ શરદ યાદવે હાર્દિકની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. ત્યારે શરદ યાદવ સહિત અધિકારીઓએ તેની મુલાકાત લીધી હતી. મહત્વપૂર્ણ છે કે, હાલ હોસ્પિટલમાં દાખલ થયેલ હાર્દિકની તબિયત હાલ સુધારા પર છે. હાર્દિકે જળનો ત્યાગ કર્યો હતો. જે બાદ આજે શરદ યાદવને હાથે હાર્દિક પટેલે પાણી પીધું છે. […]

Top Stories Ahmedabad Trending

અમદાવાદ,

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 15મો દિવસ છે. ત્યારે જે.ડી.યુના અધ્યક્ષ શરદ યાદવે હાર્દિકની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. ત્યારે શરદ યાદવ સહિત અધિકારીઓએ તેની મુલાકાત લીધી હતી.

મહત્વપૂર્ણ છે કે, હાલ હોસ્પિટલમાં દાખલ થયેલ હાર્દિકની તબિયત હાલ સુધારા પર છે. હાર્દિકે જળનો ત્યાગ કર્યો હતો. જે બાદ આજે શરદ યાદવને હાથે હાર્દિક પટેલે પાણી પીધું છે. નોંધનીય છે કે ગઢડાના એસ.પી સ્વામીના આગ્રહને માન આપી હાર્દિકે પહેલા પણ પાણી પીધુ હતું.

મહત્વપૂર્ણ છે કે, હાલ હોસ્પિટલમાં દાખલ થયેલ હાર્દિકની તબિયત હાલ સુધારા પર છે.

 જેડીયુના પૂર્વાધ્યક્ષ શરદ યાદવને હાથે હાર્દિક પટેલે પાણી પીધું છે. હાર્દિક પટેલે ગત પાંચમી તારીખથી જળ ત્યાગ કર્યો હતો.

હાર્દિક પટેલને શુક્રવારે બપોર પછી સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, બાદમાં પાસ તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમને સરકાર પર ભરોસો નથી આથી હાર્દિકને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે. સાંજે હાર્દિક પટેલને સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હાર્દિક પટેલના ઉપવાસનો આજે 15મો દિવસ છે અને તેને મળવા રાષ્ટ્રીય નેતાઓનો મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.હાર્દિકને મળવા હોસ્પિટલમાં  જનતા દળ(યુ)ના શરદ યાદવ  આવ્યા છે..હાર્દિકને મળવા આવતા પહેલાં શરદ યાદવે કહ્યું હતું કે આ યુવાન છોકરો દેશમાં આવી રહેલી આપત્તિઓ સામે લડી રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવું જરૂરી છે.