સલમાન ખાન 27 ડિસેમ્બરે 56 વર્ષનો થઈ ગયો છે. વર્ષ 2021માં સલમાન ખાન અલગ-અલગ કારણોસર ચર્ચામાં રહ્યો હતો. સલમાન ખાનની ફિલ્મ રાધે ઈદના અવસર પર રીલિઝ થઈ હતી. આ સિવાય સલમાન ખાન આયુષ શર્મા સાથે ફિલ્મ અંતિમમાં પણ જોવા મળ્યો હતો. જન્મદિવસના એક દિવસ પહેલા જ સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો.
આ પણ વાંચો :હાઈ હીલ્સમાં લથડ્યા મલાઈકા અરોરાના પગ, જુઓ વીડિયો
સલમાન ખાને આ વર્ષે બજરંગી ભાઈજાનની સિક્વલની જાહેરાત કરી છે. RRR ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને બજરંગી ભાઈજાનની સિક્વલ વિશે વાત કરી હતી. દરમિયાન, ફિલ્મ નિર્માતા કરણ જોહરે અભિનેતાને પૂછ્યું, “તો શું આપણે કહી શકીએ કે, આ ફિલ્મની સત્તાવાર જાહેરાત છે?” અભિનેતાએ આનો જવાબ હામાં આપ્યો. સલમાને એ પણ ખુલાસો કર્યો હતો કે વિજયેન્દ્ર પ્રસાદ સિક્વલની સ્ક્રિપ્ટ લખી ચૂક્યા છે.
કેટરિના કૈફના લગ્ન
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ આ વર્ષે વિકી કૌશલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આ પછી સલમાન ખાનને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. જો કે આ લગ્નમાં સલમાન ખાને હાજરી આપી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને કેટરિના કૈફને 3 કરોડ રૂપિયાની રેન્જ રોવર કાર ગિફ્ટ કરી છે.

કોરોનામાં કામદારોના ખાતામાં નાખ્યા પૈસા
વર્ષ 2021માં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ મહારાષ્ટ્રમાં લોકડાઉન હતું. જેના કારણે ફરી એકવાર ફિલ્મ ઉદ્યોગના હજારો રોજીંદા મજૂરોને આજીવિકાની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો હતો. FWICE ના 25 હજાર સભ્યોને આર્થિક મદદ કરતી વખતે સલમાને પંદરથી પંદરસો રૂપિયા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
રાધે રહી ફ્લોપ
સલમાન ખાનની ફિલ્મ રાધે વર્ષ 2021માં ઈદના અવસર પર રિલીઝ થઈ હતી. તે વર્ષ 2021ની સૌથી ખરાબ ફિલ્મોમાંથી એક હતી. સલમાન ખાનની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી પરંતુ આ ફિલ્મ દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી શકી નથી. સલમાન ખાનની ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થઈ હતી પરંતુ દર્શકોએ તેની ઈદ ગિફ્ટ સ્વીકારી ન હતી.
જન્મદિવસ પહેલા સાપે માર્યો ડંખ
સલમાન ખાનના જન્મદિવસ પહેલા સાપ કરડ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં સલમાન ખાને કહ્યું, ‘મારા ફાર્મ હાઉસમાં એક સાપ આવ્યો હતો. મેં તેને લાકડીની મદદથી બહાર કાઢ્યો. પછી તે મારા હાથ સુધી પહોંચ્યો. મેં તેને પકડ્યો, પછી તેણે મને ત્રણ વાર કરડ્યો. તે એક પ્રકારનો ઝેરી સાપ હતો.

સલમાન ખાને કહ્યું, ‘હું છ કલાક સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો. હું હવે સંપૂર્ણપણે ઠીક છું. જણાવી દઈએ કે સલમાન પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે જ ફાર્મહાઉસ પહોંચ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મોડી સાંજે તે મીડિયાની સામે આવ્યો હતો.
આ પણ વાંચો :કેટરિના કૈફે સલમાન માટે લખ્યો ખાસ મેસેજ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરી કર્યું બર્થ-ડે વિશ
આ પણ વાંચો :જ્યારે સોનમ કપૂરે એશ્વર્યા રાયને કહ્યું હતું આંટી, પછી મિસેજ બચ્ચને આ રીતે લીધો બદલો !!
આ પણ વાંચો : સલમાન ખાને જન્મદિવસે સાપ કરડ્યાની ઘટનાની વાત કરી, સાપે એક વાર નહીં ત્રણ વાર ડંખ માર્યો
આ પણ વાંચો :અરશદ વારસીથી લઈને રેમો ડીસુઝાની પત્ની સુધી આ સેલેબ્સ થયા ‘Fat To Fit’
