બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કરે છે. તેણીએ તેની સુંદરતાએ ઇન્સ્ટાગ્રામ ચાર ચાંદ લગાવ્યા છે. ચાહકો પણ તેમની સુંદરતાના વખાણ કરતાં થાકતા નથી. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ રેડ સિક્વિન બેકલેસ ડ્રેસ પહેરેલા ફોટા શેર કર્યા છે. આ ડ્રેસની કિંમત જાણીને ચાહકોના હોશ ઉડી ગયા છે.
ર્વશીના આ ડ્રેસની કિંમત 32 લાખ રૂપિયા છે. તે ફિલિપિનો ડિઝાઇનર માઇકલ સિંકો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ રેડ આઉટફિટની કિંમત 45 હજાર યુએસ ડોલર છે, ભારતીય ચલણ મુજબ 32,88,427.10 રૂપિયા છે. તેને બનાવવામાં 150 કલાક એટલે કે લગભગ સાડા છ દિવસ થયા.
View this post on Instagram
ઉર્વશી રૌતેલાએ આ પહેલા એક ખાસ વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. ઉર્વશી રૌતેલા બે વાર મિસ યુનિવર્સ બનનારી પહેલી મહિલા છે. વીડિયો શેર કરતી વખતે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું છે કે મિસ યુનિવર્સની જર્નીને પૂર્ણ પાંચ વર્ષ થયા છે.
View this post on Instagram
ઉર્વશી લખે છે, “વાઓ, મિસ યુનિવર્સની યાત્રાના પાંચ વર્ષ પૂરા થયા છે. ભારતમાં તે ક્ષણ કે જેમાં હું બે વાર મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર એકમાત્ર ભારતીય મહિલા બની. એક 2012માં અને બીજો 2015માં. ત્યારબાદ મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને હું જાણું છું કે તે હવે હું પહેલા જેવી. હું આ અનુભવ માટે આભારી છું. હું મિસ યુનિવર્સનો ભાગ બનીને ખુશ છું. ”
ઉર્વશી આગળ લખે છે કે મારા દેશનું સન્માન કરવું મારા માટે ગર્વની વાત છે. આપણું સમપનું સાચું હોય અને સપના હંમેશા તમારા હૃદયમાં હોય છે. ડકને ક્યારેય સપના પર વર્ચસ્વ ન થવા દો. તમારે શું કરવું જોઈએ તે કહેવા માટે કોઈને પણ આટલી છૂટછાટ ન આપો.
View this post on Instagram
થોડા દિવસો પહેલા ઉર્વશી રૌતેલાનો મ્યુઝિક વીડિયો ‘વો ચાંદ કૌન સે લાઓગી’ રિલીઝ થયો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આમાં તેણે ટીવી એક્ટર મોહસીન ખાન સાથે કામ કર્યું છે.
