આજે મોડી રાત્રિ કે આવતીકાલથી ત્રણ કે ચાર દિવસ સુધી બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતના દરિયા કિનારા વિસ્તારો પર જોવા મળી શકે છે.બિપરજોય ચક્રવાત હાલ થોડું ગુજરાત તરફ ફંટાયું છે જેમાં ભાવનગર જીલ્લાના દરિયાકાંઠા પર ભારે વાવાઝોડાને બદલે પવન સાથે વરસાદ પડી શકે છે અને પવન ૫૦ થી ૬૦ કિમીની ઝડપે ફૂંકાય શકે છે ત્યારે જે કોઈ સ્થિતિ ઉત્પન્ન થાય તેને પહોચી વળવા તંત્ર એલર્ટ મોડ પર છે. જેને લઇ આજે જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાય હતી જેમાં ઝીરો કેઝ્યુઆલીટીના ઉદેશ્ય સાથે જિલ્લામાં સાવચેતી અને સલામતીનાં પૂર્વ ઉપાયનાં પગલાં સુનિશ્ચિત કરવામાં અંગેની કામગીરી અંગે ચર્ચાઓ કરી તમામ જરૂરી વિભાગોને ૨૪*૭ ઉપલબ્ધ અને એલર્ટ રહેવા તાકીદ કરી હતી.
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય ચક્રવાત આગળ વધી રહ્યું છે અને તેની અસરો ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર થઇ શકે તેમ હોય જેને પગલે રાજ્યનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને રાજ્યના ૧૩ જીલ્લાના કલેકટરોને પણ મુખ્યમંત્રી દ્વારા ખાસ સર્તક રહી કામગીરી કરવા આદેશ કર્યો છે ત્યારે આજે ભાવનગર જીલ્લા કલેકટર આર. કે મહેતાની અધ્યક્ષાતામાં ઝીરો કેઝ્યુઆલીટીના ઉદેશ્ય સાથે એક બેઠક યોજાય હતી જેમાં મ્યુનિસીપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ સહિત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સંભવિત વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે ઉદભવી શકે તેવી વિષમ પરિસ્થિતિની શકયતાઓ ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લામાં સાવચેતી માટેના જરુરી અને યોગ્ય પગલાં લેવા તથા તે માટે જરુરી પૂર્વ આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરાં અને નિચાણવાળા વિસ્તારોમાંરહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેની વ્યવસ્થા, સલામત આશ્રયસ્થાનોની ઓળખ કરવી તેમજ આશ્રયસ્થાનોમાં પાણી, વીજળી, સેનિટેશન વગેરે આનુષાંગિક વસ્તુઓ સહિત તમામ પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થા કરવી.
જરુરિયાતનાં કિસ્સામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવી. તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ૨૪*૭ કાર્યરત રાખવા, અનાજ, પાણી, દવાઓ, ઇંધણ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે તેમજ પશુઓની સલામતી માટે નજીકની ગૌશાળા/પાંજરાપોળ વગેરે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા.
હોસ્પિટલમાં જરુરી દવાઓ, મેડીકલ/પેરા મેડીકલ સ્ટાફની ઉપલબ્ધિ અંગેનું આયોજન કરવું. તાકીદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો, પાણી પુરવઠો, રોડ વગેરે આવશ્યક સેવાઓ ઓછામાં ઓછી ખોરવાઈ તેમજ ઝડપથી મેઇનટેનન્સ તથા પુન: સ્થાપન માટે ટીમો તૈયાર રાખવા, સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તેમજ અધિકારીઓને – કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે તેમજ બેઠકમાં કલેક્ટરે ઝીરો કેઝ્યુઆલીટીનો ઉદ્દેશ રાખી કામગીરી કરવા જણાવ્યું હતું. જયારે હાલ ભાવનગર જીલ્લાના દરિયાકાંઠે ખાસ કોઈ અસર ના હોય છતાં અત્યારથી જ મરીન પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે તેમજ તમામ જહાજો દરિયા કિનારે લાંગરી દેવામાં આવ્યા છે. જયારે મોટા જહાજો-ટગ કે ડ્રેજર માં સ્ટાફ માટે પાંચ દિવસ પુરતું જરૂરી તમામ વસ્તુઓ રાખવા તાકીદ કરી છે.
આ પણ વાંચો:દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા
આ પણ વાંચો:રાજ્યમાં શનિવાર,રવિવારે તમામ જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા
આ પણ વાંચો:વિદ્યુત સહાયક કૌંભાડમાં જૂનાગઢનો નારણ મારૂ ઝડપાયો,વાંચો કેવી રીતે સંબંધીઓને પરીક્ષા પાસ કરાવતો
આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’
