મોરબી જીલ્લાનાં હળવદમાં આવેલો બ્રાહ્મણી ડેમ-2 ઓવરફલો થયો હોવાના સુખદ કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. બ્રાહ્મણી ડેમ-2 ઓવરફ્લો થતાં 3 દરવાજા 3 ફુટ ખોલાયા છે. ડેમનાં દરવાજા ખોલવામાં આવતા નદી બે કાંઠે જોવામાં આવી રહી છે. નદીમાં ભારે પાણી વહી રહ્યું હોય હાલ તંત્ર દ્વારા નિચાણવાળા 9 ગામોને એલર્ટ કરાયા છે. ખાસ કરીને રાયસંગપુર, ધનાળા, મયુરનગર, ચાડધ્રા, સૂસવાવ, કેદારીયા, માનગઢ, ટીકરને એલર્ટ કરવામાં આવતાની સાથે સાથે નદીનાં પટમાં અવરજવર નહીં કરવા સુચના આપવામાં આવી છે. હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ-2 ઓવરફ્લો થતા લોકોમાં ખુશી અને ઉત્સવનો માહોલ જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
