Vadodara News : હરણી તળાવ દુર્ઘટના મામલે સઘન તપાસ માટે વડોદરા પોલીસે SITની રચના કરી છે. આ અંગે પત્રકાર પરિષદ યોજી વડોદરા શહેર પોલીસ કમિશ્નરે જણાવ્યું છે કે હરણી બોટ દુર્ઘટના અંગે જવાબદાર મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો, ભાગીદારો, ડાયરેકટર, ઓપરેટરો કુલ 18 આરોપીઓ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. હાલ સુધીમાં આ ગુનામાં સંડોવાયેલ 6 આરોપીઓને શોધી કાઢી તેમની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ
(1) ભીમસિંગ કુડીયારામ યાદવ ઉ.વ.42 ભાગીદાર રહે.અમરદીપ હોમ આજવા રોડ
(2) રશ્મીકાંત ચિમનભાઈ પ્રજાપતિ ઉ.વ.51 ભાગીદાર રહે. નડીયાદ
(3) વેદપ્રકાશ રામપથ યાદવ ઉ.વ.55 ભાગીદાર રહે. અમરદીપ હોમ આજવા રોડ
(4) અંકિત મહેશભાઇ વસાવા ઉ.વ.19 બોટ ઓપરેટર રહે.ગામ વિરોદતા.જી વડોદરા
(5) નયન પ્રવિણભાઇ ગોહીલ ઉ.વ.20 બોટ ઓપરેટર રહે.સેવાસી
(6) શાંતીલાલ ઇશ્વરભાઇ સોલંકી ઉ.વ.52 મેનેજર રહે, નારાયણકુંજ સોસાયટી, આજવા રોડ વડોદરા
આ ગંભીર ગુનાની પ્રાથમિક તપાસ હરણી પોલીસે કરી હતી. બાદમાં વડોદરા અધિક પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.
કમિશ્નર અનુપમ ગેહલોતના જણાવ્યા અનુસાર 3 મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. કુલ 6 લોકોની ધરપકડ કરાઈ છે. પલટી ખાધેલી બોટની યાંત્રિક તપાસ કરવામાં આવી રહી છે. કોર્પોરેશન અને કંપની વચ્ચેના કરારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શન
આ પણ વાંચો:સમાજવાદી પાર્ટી/અખિલેશ યાદવે પોસ્ટ શેર કરી ‘SP અને RLDએ કર્યું ગઠબંધન, બંને પાર્ટીના કાર્યકર્તાઓને ક્ષેત્રના વિકાસ માટે સાથ આપવા કરી અપીલ
