Share Market/ શેરબજારે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પહેલીવાર 60 હજારને પાર

ભારતનાં શેરબજારએ એક વખત ફરી રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત BSE સેન્સેક્સ 60 હજારની સપાટીને સ્પર્શી ગયો છે.

Top Stories Business
  • શેરબજારની શરૂઆતથી ઝળહળતી તેજી
  • શરૂઆતથી સેન્સેકસ 60 હજારને પાર
  • સેન્સેકસ 60,158 પોઇન્ટની સપાટી પર
  • નિફ્ટી 17,897 પોઇન્ટ પર
  • શરૂઆતથી સેન્સેકસમાં રેકોર્ડબ્રેક ઉછાળો

ભારતનાં શેરબજારએ એક વખત ફરી રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત BSE સેન્સેક્સ 60 હજારની સપાટીને સ્પર્શી ગયો છે. સવારે બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સ 273 અંક ઉછળીને 60 હજારને પાર ગયો. સેન્સેક્સ 273 પોઇન્ટનાં વધારા સાથે 60,158.76 પર ખુલ્યો. એક દિવસ અગાઉ સેન્સેક્સ 59,885.36 પોઇન્ટ પર બંધ થયો હતો. ગુરુવારે BSE સેન્સેક્સમાં 958 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો –ભાવ વધારો / ડીઝલનાં ભાવમાં 70 દિવસ બાદ થયો વધારો, પેટ્રોલનાં ભાવમાં નથી કોઇ ફેરફાર

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ આજે ઈતિહાસ રચી શકે છે. નિફ્ટી 18 હજારનો આંકડો પાર કરવામાં માત્ર થોડા અંક પાછળ છે. ગુરુવારે નિફ્ટી 276.30 અંક એટલે કે 1.57 ટકા ઉછળીને વિક્રમજનક 17,822.95 અંક પર બંધ થયો હતો. જણાવી દઇએ કે, શેરબજાર માટે આ વેગનો અર્થ શું છે એનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે નિફ્ટી મિડ કેપ, નિફ્ટી બેંક, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ તેમજ મોટાભાગનાં આઇટી શેરોમાં તેજી છે. આઈટી સેક્ટરનાં શેરમાં 2 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. વળી, ટેલિકોમ કંપનીઓનાં શેરમાં 1 ટકાનો વધારો છે. રિયલ્ટી શેરોમાં 2.48 ટકાનો ઉછાળો છે. વિપ્રોનો હિસ્સો NSE પર ટોપ ગેનરમાં છે. કંપનીનાં શેરની કિંમત 685 રૂપિયા પર કારોબાર કરી રહી છે. આ પછી, ઇન્ફોસિસનાં શેરમાં 1.55 ટકાનો વધારો થયો છે. ટાટા મોટર્સ અને ટેક મહિન્દ્રા, ઓએનજીસીનાં શેરમાં સૌથી વધુ વધારો થયો છે, જ્યારે ટાટા સ્ટીલ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઇટન, એચડીએફસી, એસબીઆઇ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક બેંક, એક્સિસ બેંક, એમએન્ડએમ, અલ્ટ્રા સિમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો – Covid-19 / કેરળમાં આફતનો પર્યાય બન્યો કોરોના, દેશ માટે બન્યુ ચિંતાનું કારણ

જણાવી દઇએ કે, યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેના કારણે વિશ્વભરનાં શેરબજારોમાં મૂડ ગુરુવારે સકારાત્મક રહ્યો હતો. આ સૂચવે છે કે યુએસ સરકાર હજુ સુધી રાહત પેકેજ પાછું ખેંચવા માટે પગલાં લેશે નહીં. ચીનની સેન્ટ્રલ બેંકે બેન્કિંગ સિસ્ટમમાં રોકડ મૂકી Evergrande મુદ્દે થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. ચીનની રિયલ એસ્ટેટ કંપની Evergrande નાદારીની ધાર પર છે અને તેની અસર સમગ્ર વિશ્વનાં શેરબજારો પર પડી છે. Evergrande ઉપર લગભગ 304 અબજ ડોલર (લગભગ 22.45 લાખ કરોડ રૂપિયા) નું દેવું છે. આશંકા છે કે આ અમેરિકાનાં સબ-પ્રાઈમ અને ચીનમાં લીમેન બ્રધર્સ જેવુ સંકટ સાબિત ન થઈ જાય.