Not Set/ અશરફ ગની અબુ ધાબીમાં થયા સ્થાયી, તાલિબાનના કબજા બાદ કાબુલથી ભાગ્યા હતા

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં પોતાનું નવું ઘર વસાવ્યું છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

Top Stories World
સંયુક્ત આરબ અમીરાત

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં પોતાનું નવું ઘર વસાવ્યું છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં પોતાનું નવું ઘર વસાવ્યું છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કાબુલ ન્યૂઝે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે અશરફ ગની ચાર દિવસ પહેલા કાબુલમાંથી ભાગી ગયા હતા. અને સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં સ્થાયી થયા છે.

 

અગાઉના સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પડોશી તાજિકિસ્તાન અથવા ઉઝબેકિસ્તાનમાં આશ્રય લે તેવી શક્યતા છે. તે વચ્ચે અશરફ ગની ઓમાનમાં રોકાયા હોવાના પણ અહેવાલ હતા. જો કે, તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી તેમના ઠેકાણાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અશરફ ગની અફઘાનિસ્તાનથી ભાગી ગયા 

તાલિબાનને કાબુલ સોંપ્યા બાદ, રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના સાથીઓ સાથે 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનથી ભાગી ગયા હતા. કાબુલ ન્યૂઝના તાજેતરના અહેવાલ મુજબ, ગની કાબુલથી રોકડ ભરેલા હેલિકોપ્ટર સાથે અબુધાબીમાં સ્થાયી થયા હોવાનું કહેવાય છે. સોમવારે કાબુલમાં રશિયન દૂતાવાસે પણ અહેવાલ આપ્યો હતો કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની રોકડથી ભરેલી ચાર કાર અને હેલિકોપ્ટર લઈને કાબુલથી ભાગી ગયા હતા.

ગનીએ કાબુલ છોડ્યા પછી, સંરક્ષણ પ્રધાન બિસ્મિલ્લાહ મોહમ્મદીએ એક ટ્વીટમાં નેતા પર પ્રહાર કરતા કહ્યું કે, “તેમણે અમારી પીઠ પાછળ અમારા હાથ બાંધી દીધા અને માતૃભૂમિ વેચી દીધી, ધનિક માણસ અને તેની ટોળકીને ધિક્કાર છે.

અશરફ ગનીએ કાબુલમાંથી ભાગી ગયા બાદ નિવેદન જારી કર્યું

રાષ્ટ્ર છોડ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં અશરફ ગનીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ફેસબુક પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે તેઓ અફઘાનિસ્તાનની સેવા કરવાનું ચાલુ રાખશે અને દેશના ભવિષ્ય માટે વિકાસ યોજનામાં યોગદાન આપશે.’તાલિબાને મને હટાવવા માટે આ બધું કર્યું છે, તેઓ અહીં કાબુલ અને કાબુલના લોકો પર હુમલો કરવા આવ્યા છે. લોહી વહેતી નદીઓને રોકવા માટે, મેં  આ પગલું ભર્યું છે.

 

અફઘાનિસ્તાન / આતંકી મસૂદ અઝહર અને તાલિબાની નેતા અબ્દુલ ગની બરાદર વચ્ચે આવા છે સંબંધો

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

અમેરિકાએ કર્યું કઈ એવું કે અફઘાનિસ્તાનમાં સત્તા પર આવવા છતાં તાલિબાન પૈસા માટે રહેશે મોહતાજ

Pride / આ સ્વદેશી કંપનીના વેચાણના આંકડાઓ જોઈ ચોંકી જશો, માત્ર 24 કલાકમાં 1 લાખ વાહનો વેચાયા

Technology / વોટ્સએપ પેમેન્ટમાં ઉમેરાયું આ અદ્ભુત ફીચર, પૈસા ટ્રાન્સફર કરવું બનશે વધુ સરળ

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

ઓલાની ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી ઓક્ટોબરથી શરૂ થશે, 500 રૂપિયાથી ઓછી કિંમતે કરાવો બુક

જો તમે રાત્રે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો આ ટીપ્સ વાંચો, મુસાફરી આરામદાયક રહેશે

અક્સિર ઈલાજ! / માથાનો દુખાવો થાય ત્યારે આ ચીજ પીવાથી તરત મળે છે રાહત