- ગઢડા તાલુકાના સોહલા ગામે મહંતની હત્યા
- ચેતન્ય હનુમાન આશ્રમના મહંતની લાશ મળી આવી
- આશ્રમના કુવામાંથી મળી મહંત રામદાસની લાશ
- મહંત છેલ્લા પાંચ દિવસથી હતા ગુમ
- મહંતના પરિવારજનો દ્વારા ઢસા પોલીસને કરાઈ હતી જાણ
- લાશને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડવામાં આવી
- બોટાદ પોલીસે વધુ તપાસ આગળ હાથ ધરી
ગુજરાતમાં એક પછી એક ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો નજીવી બાબતે હત્યા જેવુ ગંભીર પગલું ભરતા એકવાર પણ વિચારતા નથી ત્યારે આવામાં રાજ્યના ગઢડા તાલુકાના સોહલા ગામે મહંતની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ચેતન્ય હનુમાન આશ્રમના મહંતની લાશ મળી આવી છે. હાલ આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : વડોદરામાં શબવાહિનીને લઈ કરાયેલી RTI માં થયો આ ચોંકાવનારો ખુલાસો
આ અંગે મળતી માહિતી અનુસાર મહંત છેલ્લા પાંચ દિવસથી ગુમ હતા. મહંતના પરિવારજનો દ્વારા ઢસા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ મહંતની લાશ આશ્રમના કૂવામાંથી મળી આવી છે. લાશને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે આ પહેલા અમદાવાદના અસલાલીમાંથી બે અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં એક મૃતદેહ તલાવમાંથી મળી આવ્યો હતો તો બીજી ઝાડ પર લટકતો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર માંગી જવા પામી હતી.
આ પણ વાંચો : પલસાણામાં સોમ્યા મિલમાં ભીષણ આગ, ત્રણ યુવકોના કરૂણ મોત
આ પણ વાંચો : ગુજરાતમાં દેશી જુગાડ ખેડૂતો માટે બન્યો ઉપયોગી, બુલેટ માંથી બનાવાયુ સનેડો ટ્રેકટર
આ પણ વાંચો : જામનગરમાં ડે.કમિશનર એ.કે.વસ્તાણી કોરોના સંક્રમિત
