Narmada News : તિલકવાડા તાલુકાના કામસોલી ગ્રામ પંચાયતમાં ખોટા લેટરપેડ બનાવીને સરપંચ અને તલાટીના ખોટા સહી સિક્કા કરીને ખોટા દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ બાબતે સરપંચ અને તલાટીને કોઈ પણ જાણ નથી ત્યારે ખોટા લેટરપેડ અને સહી સિક્કા કરીને દાખલા બનાવ્યા કોણે એ તપાસ નો વિષય છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

આ ઘટના ની વિગતે વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં કામસોલી ગ્રામ પંચાયત આવેલી છે આ ગ્રામ પંચાયતમાં જીરાલ કામસોલી અને ટેકરા કામસોલી ગામનો સમાવેશ થાય છે. હાલ આ ગ્રામ પંચાયતમાં અનસોયાબેન કનુભાઈ તડવી સરપંચ તરીકે સેવા આપે છે. પરંતુ આ ગ્રામ પંચાયતમાં ખોટા લેટરપેડ બનાવી ખોટા દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશ માં આવી જ્યારે કામસોલી ગામ ના એક વ્યક્તિ લોન માટે અરજી કરેલ હોય અને તે લોન માટે ગ્રામ પંચાયત માં વેરિફિકેશન માટે લેટર આવતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે કામસોલી ગ્રામ પંચાયતના નામે ખોટા લેટરપેડ બનાવી તલાટીની ખોટી સહી કરી દાખલા અને NOC આપી કોણે…? અત્યાર સુધી કેટલા દાખલા બનાવ્યા.

તે દાખલા નો ઉપયોગ થયો ક્યાં. તે તપાસ નો વિષય છે. પરંતુ આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને કોઈ પ્રકારની જાણકારી ન હોવાનું તેમનું કહેવું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં થયો ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોંઘો રિયલ્ટી સોદો
આ પણ વાંચો: જંત્રીના નવા દરો પછી અમદાવાદમાં રિયલ્ટીમાં બિઝનેસનું વિકસ્યું નવું મોડેલ
આ પણ વાંચો: અમદાવાદમાં 30 માળથી પણ ઊંચી 25 બહુમાળી ઇમારત બનશે
