Gandhinagar News/ વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની: અર્જુન મોઢવાડિયા

Arjun Modhvadiya (અર્જુન મોઢવાડિયા) એ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ચાલતી તમામ ફેકલ્ટીમાં વર્તમાન ટેકનોલોજી, કોમ્પ્યુટર અને AI આધારિત અભ્યાસક્રમ હોવો…

Gujarat Gandhinagar Trending
Arjun Modhvadiya, સાયન્સ, રિસર્ચ. કોલેજો. AI

Gandhinagar News: સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા  (Dr. Pradyuman Vaja and Arjun Modhvadiya)ની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા ગાંધીનગર ખાતે પ્રથમવાર ‘વાઈસ ચાન્સેલર મીટ’ (Vice Chancellor Meet) યોજાઈ હતી.

વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (Research & Development) ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનના “વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @2047”ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

Arjun Modhvadiya, સાયન્સ, રિસર્ચ. કોલેજો. AI

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya) તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિ

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા (Dr. Pradyuman Vaja)ની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ હતી.

મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ 2003માં સૌ પ્રથમ ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ’ની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે આજે આ વિભાગ અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી આ ક્ષેત્રે રાજ્યના ટેલેન્ટ યુવાધનને સમયને અનુરૂપ તાલીમ આપી સજ્જ કરે તે જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ની નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ. 62 હજાર કરોડનું બજેટ ફાળવીને શિક્ષણને નવી દિશા આપવાનો સંકલ્પ કર્યો છે. નાણાના અભાવે કોઇપણ સંશોધન કાર્ય અટકે નહીં તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

Arjun Modhvadiya, સાયન્સ, રિસર્ચ. કોલેજો. AI

સેમી કંડકટર ક્ષેત્રે ગુજરાત દેશનું હબ બનવા જઈ રહ્યું છે તેની પાછળ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અગત્યની ભૂમિકા

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે સંશોધન થાય છે જેનો સીધો લાભ ખેડૂતો (Farmers) અને દેશના નાગરીકોને થઇ રહ્યો છે, આ દિશામાં આપણી યુનિવર્સિટીઓને પણ કામ કરવું પડશે. કોઈ પણ બિઝનેસ માટે તેને અનુરૂપ ઇકોસિસ્ટમ (Ecosystem) વિકસાવી જોઈએ તો જ સારૂ પરિણામ મળી શકે. સેમી કંડકટર ક્ષેત્રે ગુજરાત દેશનું હબ (Gujarat, Semiconductor Hub) બનવા જઈ રહ્યું છે તેની પાછળ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અગત્યની ભૂમિકા ભજવે છે. આ માટે યુનિવર્સિટીઓએ અલગ વ્યવસ્થા વિકસાવવી જોઈએ તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ચાલતા આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિત તમામ ફેકલ્ટીમાં વર્તમાન ટેકનોલોજી, કોમ્પ્યુટર અને AI આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ જેથી, આવનાર પેઢી આ વિષયથી માહિતગાર થઇ શકે. શિક્ષણ ક્ષેત્રે આ બદલાવ કરવાથી રોજગારી (Employment)ની તકોમાં પણ વધારો થશે. યુનિવર્સિટીઓને રાજ્યની વિવિધ નીતિઓ સાથે જોડાઈને સમાજ, ઉદ્યોગ અને ટકાઉ વિકાસ માટે જ્ઞાનને ઉપયોગી ઉકેલમાં રૂપાંતરિત કરવા પ્રોત્સાહિત કરવા મંત્રીએ આ પ્રસંગે સૌને ઉત્સાહિત કર્યા.

Arjun Modhvadiya, સાયન્સ, રિસર્ચ. કોલેજો. AI

વડાપ્રધાનના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા ભજવી રહ્યું છે: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ’ને આ નવીન પહેલ બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓ આગામી પેઢીના વૈજ્ઞાનિકો, ટેકનોલોજિસ્ટો અને નવીન વિચારકોને ઘડવામાં મહત્વપૂર્ણ પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી છે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા ભજવી રહ્યું છે. શિક્ષણમાં ‘ટેલેન્ટપુલ’, ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ જેવી શિક્ષણલક્ષી યોજનાઓના પરિણામે કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી અને નવીન પ્રવેશમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમારે કહ્યું હતું કે, રાજ્યમાં ‘ડીપ્લોમાં ટુ ડિગ્રી પોગ્રામ’ (Diploma to Degree)માં બદલાવ આવવાના પરિણામે આ ક્ષેત્રે પ્રવેશમાં વધારો થયો છે. યુનિવર્સિટીઓના માધ્યમથી ‘રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ’ ઉપર વધુ ભાર મૂકવામાં આવશે તો રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે.

Arjun Modhvadiya, સાયન્સ, રિસર્ચ. કોલેજો. AI

‘વિકસિત ભારત 2047’નું સ્વપ્ન સાકાર કરવા યુનિવર્સિટીઓ મહત્વની ભૂમિકા ભજવે એ સમયની માંગ: સચિવ પી. ભારતી

‘સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ’ના સચિવ પી. ભારતીએ બેઠકની રૂપરેખા આપતા કહ્યું હતું કે, ‘વિકસિત ભારત 2047’નું સ્વપ્ન સાકાર કરવા યુનિવર્સિટીઓ મહત્વની ભૂમિકા ભજવે એ સમયની માંગ છે. તેમણે ગ્લોબલ નોલેજ ક્ષેત્રે ગુજરાત-ભારત કેવી રીતે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે તે માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ફોકસ એરિયા-ગોલ રજૂ કર્યા હતા. યુનિવર્સિટીઓને નવીન સંશોધન ક્ષેત્રે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા તમામ પ્રકારની મદદ કરવા સચિવએ આ પ્રસંગે ઉમેર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ગુજકોસ્ટના સલાહકાર અને સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહુએ સૌને આવકાર્યા હતા.

Arjun Modhvadiya, સાયન્સ, રિસર્ચ. કોલેજો. AI

AI સહિતની વિવિધ ટેકનોલોજી ક્ષેત્રે GIL અને GNLU વચ્ચે મહત્વના MOU

મહાનુભાવોની ઉપસ્થિતિમાં AI સહિતની વિવિધ ટેકનોલોજી ક્ષેત્રે GIL અને GNLU વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા હતા. વધુમાં આ બેઠકમાં ગુજરાત ઇન્ફોર્મેટીક લિમિટેડ, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ, સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્કયુબેટર, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી વગેરે સંસ્થાઓ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે કરેલી કામગીરી અને તેમાં સંશોધન ક્ષેત્રની સંભાવનાઓ રજૂ કરી હતી.

આ એક દિવસીય વિચારમંથનમાં STEM શિક્ષણ અને ક્ષમતા વિકાસને મજબૂત બનાવવું, સંશોધન અને વિકાસ માટે નવી તકો ઊભી કરવી, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, બુદ્ધિસંપદા અધિકાર (IPR) સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવું, વિજ્ઞાન સંચાર અને જાહેર જોડાણને વિસ્તૃત બનાવવું જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન કુલપતિઓએ સંશોધનની ગુણવત્તા વધારવા, વિદ્યાર્થીઓમાં નવીનતા પ્રોત્સાહિત કરવા, ઉદ્યોગ–શૈક્ષણિક સહકાર મજબૂત બનાવવા અને યુનિવર્સિટી કેમ્પસમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી કાર્યક્રમોના અસરકારક અમલીકરણ અંગે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા.

કાર્યક્રમના અંતે તમામ નીતિ નિર્માતાઓ, શૈક્ષણિક આગેવાનો અને સંસ્થાઓએ સંકલ્પ વ્યક્ત કર્યો કે તેઓ મળીને વૈજ્ઞાનિક રીતે સશક્ત યુવાનોનું ઘડતર, સંશોધન શ્રેષ્ઠતાનું સંવર્ધન અને ગુજરાતને વૈશ્વિક વિજ્ઞાન-ટેકનોલોજી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં સક્રિય રીતે કાર્ય કરશે.

આ ઉચ્ચ સ્તરીય વિચારમંથન બેઠકમાં ગુજરાતની રાજ્ય, કેન્દ્રીય, ડીમ્ડ અને ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, વિવિધ સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિજ્ઞાન અને નવીનતા ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું નામકરણ…રિસર્ચ પાર્કનું લોકાર્પણ…’herSTART’ની 5 મી આવૃત્તિનો પ્રારંભ…

આ પણ વાંચો:  ગુજરાતમાં સેમી કંડક્ટર ક્ષેત્રે રોકાણ કરવા ઇચ્છુક તાઇવાન

આ પણ વાંચો: ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે