Surat News: સુરત (Surat) વિદ્યાદીપ સાયન્સ કોલેજ (Vidhyadeep Science College)ની ગંભીર બેદરકારી સામે આવી છે. કોલેજ 2 એપ્રિલે લેવાતી પરીક્ષા 27 માર્ચે લઈ લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે. કોલેજની ભૂલનાં કારણે યુનિવર્સિટી (VNSGU) સંચાલકોની બેદરકારી સામે આવી છે તેમજ પ્રતિષ્ઠા ખરડાઈ છે.
સુરત (Surat) શહેરમાં કોલેજની ભૂલના કારણે 700 વિદ્યાર્થીઓને નિયત તારીખ પહેલા પરીક્ષા આપવાની ફરજ પડી હતી. શહેરની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરાયેલ તારીખ પહેલા પરીક્ષા લઈ લેતા 700 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યું હોવાનું વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. તારીખ અગાઉ પરીક્ષા લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોલેજ સંચાલકોની બેદરકારીના પરિણામે 2 એપ્રિલની જગ્યાએ 27 માર્ચે પરીક્ષા લેવાઈ હતી. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અગાઉ સુરત (Surat) શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)માં નવેમ્બર અને ઓક્ટોબરમાં યોજાયેલ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી. ગેરરીતિમાં પકડાયેલા 164 વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને 2500થી માંડીને 10 હજાર સુધીનો દંડ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ પર પરીક્ષાઓમાં સાહિત્ય લાવવા અને ગેજેટ લાવવાના કેસ નોંધાયા. તો કેટલાક વિદ્યાર્થીઓ રબર સહિતની સ્ટેશનરી પર જવાબ લખીને લાવ્યા હતા. તેમજ ઉત્તરવહીમાં વિગતો ભરવામાં જાણી જોઈને ભૂલ કરી હોય તેવા કેસ પણ સામે આવ્યા હતા. જો કે વિદ્યાર્થીઓએ ગેરરીતિ મામલે ભૂલ થઈ ગઈ હોવાનું કમિટી સમક્ષ કબુલાત કરી હતી. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને તેમની સામાન્ય ભૂલને નિર્દોષ છોડી દેવાયા હતા.
આ પણ વાંચો:CA સેમ-2ની પરીક્ષામાં બે વાર ખોટા પેપર અપાયા, વિદ્યાર્થીઓમાં ઉભી થઇ મૂંઝવણ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર! યુનિ.માં દારૂની પાર્ટી કરવા બદલ વિદ્યાર્થી પોલીસના ઝબ્બે
આ પણ વાંચો:વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષામાં ગેરરીતિ, ABVPના બે જૂથો વચ્ચે લડાઈ
