Gandhinagar News: મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારીઓનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.

‘મતદારયાદી સુધારણા, NGSP તથા મીડિયા, અને સોશિયલ મીડિયાથી લોકજાગૃતિ’ વિષયક માર્ગદર્શક સત્રોનું આયોજન
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર ( Chief Election Commissioner, India) જ્ઞાનેશ કુમારના માર્ગદર્શનમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકાના સુચારું અમલીકરણ માટે ગુજરાત (Gujarat)ના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારી (Election Officers)ઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદારયાદી સુધારણા અંગેની પોતાના સંબોધનમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં મતદાર યાદી (Voters List) સઘન સુધારણા હેઠળ કુલ ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. રાજ્યના કોઈપણ નાગરિકો ceo.gujarat.gov.in વેબસાઈટ પરથી મતદાર યાદીમાં તેમના નામ અંગે ખરાઈ કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સમયબદ્ધતા અને ચોક્કસાઈ પર તેમણે ભાર મુક્યો હતો.

મતદાર યાદી સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં અધિક અને નાયબ ચૂંટણી અધિકારીની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. જેના પગલે વર્કશોપમાં મતદારયાદી સુધારણાની કામગીરીના વિવિધ તબક્કાઓ, પડકારો અને NGSP (National Grievance Services Portal) તેમજ મતદાર યાદી સુધારણાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાખવાની તકેદારી વિષયક અધિક કલેક્ટર દર્શના રાંકે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. તદુપરાંત, ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકાઓની અમલવારી અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને ગેરમાર્ગે દોરનારી ખોટી માહિતીનો પ્રસાર અટકાવવા માટે સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ તથા સમાચાર માધ્યમોને જરૂરી માહિતી સમયસર આપવા સહિતના વિષયોને અધિક કલેક્ટર રિંકેશ પટેલે તેમના સત્રમાં આવરી લીધા હતા. જ્યારે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલે ઉપસ્થિતો સાથે સંવાદ સાધીને તેમની મુંઝવણો દૂર કરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ ખાનગી હોસ્પિટલના મેડીકલ સ્ટોરમાંથી જ દવા લેવી ફરજીયાત નહિ
આ પણ વાંચો: રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય
