Dharm & Bhakti: નવરાત્રિના તૃતિય દિવસે મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાના ભાલ પર ઘંટ આકારનો અર્ધચંદ્ર બન્યો હોવાથી એને ભક્તગણ દ્વારા મા ચંદ્રઘંટાનું બિરુદ પ્રાપ્ત થયું છે.
શારદીય નવરાત્રિ (Shardiya Navratri)ના પાવન દિવસો ચાલી રહ્યાં છે. નવરાત્રિ દરમિયાન, મા દુર્ગા (Maa Durga)ના નવ સ્વરુપો (Nine Forms)ની આરાધના કરવામાં આવે છે. આસો સુદ એકમથી લઇને આસો સુદ નોમ સુધીના નવ દિવસ માતાજીના વિવિધ રુપોની આરાધના કરવાના પાવન દિવસો ગણાય છે. પરંતુ આ વખતે વર્ષ 2025 માં દસ દિવસ (10 Days) સુધી નવરાત્રિ (Navratri 2025) ઉજવાશે. માતા દુર્ગા, માતા અંબા, માતા જગદંબા (Durga, Amba, Jagdamba) વગેરે માતાજીના અનેક નામો છે પરંતુ, આખરે તો સ્વરુપ એક જ છે! ઘણા ભક્તજનો આ પર્વ દરમિયાન, ઉપવાસ પણ રાખે છે અને માતાની સ્તુતિ તથા આરતી કરીને ગરબે ઘૂમે છે.
પંચાંગ અનુસાર, આ વર્ષે 24 અને 25 સપ્ટેમ્બર (24 & 25 September) એમ બંને દિવસે તૃતિયા તિથિ ગણાશે. એટલે કે બુધવાર અને ગુરુવાર (Wednesday, Thursday) એમ બંને દિવસે ત્રીજ રહેશે. આને સિંદૂર તૃતિયા (Sindoor Trutiya) પણ કહે છે કારણ કે, ધાર્મિક માન્યતા અનુસાર માતા ચંદ્રઘંટા (Chandraghanta) રાક્ષસોનો વધ કરનારી દેવી છે જેણે ભક્તોની રક્ષા કાજે હાથમાં ત્રિશૂળ, તલવાર અને ગદા ધારણ કરેલી છે.

પૌરાણિક કથા
શાસ્ત્રોમાં વર્ણવેલા રુપ અનુસાર, મા ચંદ્રઘંટા નવદુર્ગાના સ્વરુપો પૈકીનું ત્રીજું સ્વરુપ (3rd Form of Durga) છે. માતા પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે જે એના ભક્તોમાં સાહસનો અને શક્તિ (Courage & Energy)નો સંચાર કરે છે અને તેમને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે. માતા ચંદ્રઘંટાના નામનો અર્થ થાય છે ‘ધંટ આકારનો અર્ધચંદ્ર’, જે અર્ધચંદ્ર (Ardhchandra) એના મસ્તક પર શોભાયમાન છે. એમના ઘંટની ધ્વનિથી નકારાત્મકતા દૂર થાય છે અને સાધકની આભામાં વૃદ્ધિ થાય છે. એમના દસ હાથ છે જેમાં અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરેલા છે. એમનું વાહન સિંહ (Lion) છે તથા એમના શરીરનો રંગ સ્વર્ણ સમાન દૈદિપ્યમાન છે. ભક્તોની રક્ષા કાજે, માતાએ સદાય યુદ્ધ માટે સજ્જ મુદ્રા ધારણ કરેલી છે.
માતા ચંદ્રઘંટા વિશે પુરાણોમાં વર્ણવેલી કથા અનુસાર, મહિષાસુર દૈત્ય (Mahishasur)ના અત્યાચારોથી ત્રાસેલા દેવતાઓએ ત્રિદેવો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પાસે સહાયતા માંગી જેના પરિણામ સ્વરુપે, દેવી ચંદ્રઘંટાનો પ્રાદુર્ભાવ થયો. દેવોએ પોતાનું ત્રિશૂળ, ચક્ર અને અન્ય શસ્ત્રો પ્રદાન કર્યા જે પછી એ શસ્ત્રોની સહાયતાથી દેવીએ રાક્ષસોનો વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી.

પૂજા વિધિ
નવરાત્રિના તૃતિય દિવસે વિધિ-વિધાનપૂર્વક મા નવદુર્ગાના ત્રીજા સ્વરુપ દેવી ચંદ્રઘંટાની પૂજા કરવી જોઇએ.
1. સૌપ્રથમ વહેલી સવારે ઊઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ દિવસે ભૂરા રંગ ધારણ કરવો શુભ ગણાય છે.
2. માતા ચંદ્રઘંટા અથવા મા અંબાની છબી સમક્ષ દીવો કરીને આ મંત્ર બોલીને એમને અક્ષત, ધૂપ અને પુષ્પ અર્પણ કરવા. લાલ જાસૂદ, કમળ અથવા પીળા ફૂલો પણ તમે અર્પણ કરી શકો છો.
“યા દેવી સર્વભૂતેષુ મા ચંદ્રઘંટારુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:”
4. ત્યારબાદ, ભાવભક્તિપૂર્વક આ મંત્રનો 108 વાર જાપ કરવો.
“ॐ દેવી ચંદ્રઘંટાયૈ નમ:”
અથવા તમે આ શક્તિમંત્રનો જાપ પણ 108 વખત કરી શકો છો.
“ઐં શ્રી શક્તયૈ નમ:”
4. પૂજાના અંતિમ ચરણમાં, તેમને દૂધથી બનેલી મીઠાઈ અર્પણ કરવી અને આરતી કરવી. દેવી ચંદ્રઘંટાને કેસરયુક્ત ખીર ( Kesar Kheer)નો પ્રસાદ (Prasad) ચડાવવો જોઇએ. એમને એ અત્યંત પ્રિય છે એ ઉપરાંત, એમને મધ પણ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસાદ ચડાવવાથી કૌટુંબિક સુખ-શાંતિમાં વધારો થાય છે.
5. અંતે પૂજાવિધિમાં કોઇ ત્રુટિ રહી ગઇ હોય તો એ માટે દેવીની ક્ષમાયાચના કરીને પરિવારના સુખ માટે પ્રાર્થના કરવી.
શક્ય બને તો, નવરાત્રિ દરમિયાન ચંડીપાઠ (Chandipath) કરવાથી પણ મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષિય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:નવરાત્રિ : પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલવાળાએ લાઈસન્સ ફરજીયાત લેવું પડશે, કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત
આ પણ વાંચો:
