Lifestyle News :સુપરવુમન બનવાની ચક્કરમાં ક્યાંક બાળકનું બાળપણ તો નથી છૂટી રહ્યું ને? આજના જમાનામાં સ્ત્રીઓ ઘર અને ઓફિસ એમ બંને મોરચે લડી રહી છે. સવારે વહેલા ઉઠીને ટિફિન બનાવવું, ઓફિસમાં 9 કલાકનું પ્રેશર સહન કરવું અને ઘરે આવીને ફરીથી રસોડું અને બાળક સંભાળવું – આ કોઈ તપસ્યાથી ઓછું નથી. ઘણીવાર કામ કરતી માતાઓ (Mother) ના મનમાં એક સતત અપરાધભાવ (Guilt) રહેતો હોય છે કે “હું મારા બાળકને પૂરતો સમય નથી આપી શકતી.
” શું તમે જાણો છો કે બાળકને તમારા સમયનો ‘જથ્થો’ (Quantity) નથી જોઈતો હોતો, પણ સમયની ‘ગુણવત્તા’ (Quality) જોઈએ છે? જો તમે આખો દિવસ ઘરે હોવ પણ મોબાઈલમાં વ્યસ્ત રહો તો તેનો કોઈ અર્થ નથી. તેના બદલે, જો તમે માત્ર 2 કલાક આપો પણ પૂરા દિલથી આપો, તો તે શ્રેષ્ઠ છે. આજે અમે તમને એવી ટિપ્સ આપીશું જેનાથી તમારું અને બાળકનું બોન્ડિંગ મજબૂત થશે.

સવારની શરૂઆત ‘હડબડાટી‘ થી નહીં, ‘વહાલ‘ થી કરો
મોટાભાગના ઘરોમાં સવારનો સમય ભાગદોડમાં જાય છે. “જલ્દી કર, સ્કૂલ બસ જતી રહેશે” – આ વાક્યથી બાળકની સવાર ન પડવી જોઈએ.
તમારા રૂટિન કરતા 15-20 મિનિટ વહેલા ઉઠો. બાળક ઉઠે ત્યારે તેને તરત જ ઉઠાડીને બ્રશ કરાવવાને બદલે 5 મિનિટ તેને ગળે લગાવીને (Cuddle) પથારીમાં જ વાતો કરો. આ 5 મિનિટની હૂંફ તેને આખા દિવસની સુરક્ષાનો અહેસાસ અપાવશે. નાસ્તાના ટેબલ પર મોબાઈલ સાઈડમાં મૂકીને માત્ર તેની સ્કૂલ વિશે વાતો કરો.

મુસાફરીના સમયનો સદુપયોગ (Tech Smart)
જો તમારું ઘર અને ઓફિસ દૂર છે, તો રસ્તામાં મળતા સમયનો ઉપયોગ કરો.
જો બાળક ઘરે હોય, તો તેને વિડિયો કોલ કરો. પણ યાદ રાખો, કોલ પર “હોમવર્ક કર્યું કે નહીં?” કે “જમ્યો કે નહીં?” એવી પૂછપરછ કરવાને બદલે “આજે શું મજા કરી?” એવી વાતો કરો. આનાથી બાળકને લાગશે કે મમ્મી (Mother) ભલે દૂર છે, પણ મારી સાથે જ છે.

ઘરના કામમાં બાળકને ‘પાર્ટનર‘ બનાવો
ઓફિસથી આવ્યા પછી રસોઈ અને ઘરકામ તો કરવાનું જ છે. તો બાળકને ટીવી સામે બેસાડી દેવાને બદલે તેને કામમાં જોડો.
શાકભાજી ધોવા, ડાઈનિંગ ટેબલ ગોઠવવું કે કપડાંની ઘડી કરવી – આવા નાના કામોમાં બાળકની મદદ લો. આ સમયે તમે (Mother) તેની સાથે વાતો કરી શકો છો. આનાથી બે ફાયદા થશે – બાળકને જવાબદારી સમજાશે અને તમને તેની સાથે વાત કરવાનો બોનસ સમય મળશે.
માતા (Mother)તરીકે ‘નો-ગેજેટ ઝોન‘ નો નિયમ
ઘરે આવ્યા પછીનો અમુક સમય (દા.ત. રાત્રે 8 થી 9) મોબાઈલ અને ટીવી બંધ રાખવાનો નિયમ બનાવો.
આ સમયમાં બાળકની સાથે ફ્લોર પર બેસીને રમો, ડ્રોઈંગ કરો કે પુસ્તક વાંચો. જ્યારે તમે (Mother) ફોન બાજુ પર મૂકીને બાળકની આંખમાં આંખ પરોવીને વાત કરો છો, ત્યારે તેને લાગે છે કે તે તમારા માટે દુનિયામાં સૌથી મહત્વનું છે.

બાળકની રુચિમાં રસ લો (Show Interest)
બાળકને શું ગમે છે? કાર્ટૂન, ક્રિકેટ કે ડાન્સ? જો તેને ક્રિકેટ ગમતું હોય તો ભલે તમે થાકેલા હોવ, 10 મિનિટ તેની સાથે બોલિંગ કરો. જો તેને ડ્રોઈંગ ગમતું હોય તો તેની સાથે કલર પૂરો. જ્યારે તમે તેની દુનિયામાં પ્રવેશશો, ત્યારે તે તમારી વધુ નજીક આવશે.

રાત્રે સૂતી વખતે ‘બેડટાઈમ સ્ટોરી‘
દિવસનો અંત સારો હોવો ખૂબ જરૂરી છે. રાત્રે સૂતી વખતે 10 મિનિટ તેને વાર્તા કહો અથવા દિવસભરની સારી વાતો યાદ કરાવો. તેને પૂછો, “આજે તને સૌથી વધારે મજા ક્યારે આવી?” આ સંવાદ તેના માનસિક વિકાસ માટે ખૂબ જરૂરી છે.

વીકેન્ડ પ્લાનિંગ:
માત્ર મોલ કે મુવી નહીં શનિ-રવિની રજામાં મોલમાં ફરવા જવું કે મુવી જોવું એ સારું છે, પણ તેમાં પરસ્પર સંવાદ ઓછો થાય છે.
ક્યારેક નેચર વોક પર જાઓ, ઘરે જ કોઈ નવી વાનગી સાથે મળીને બનાવો અથવા બોર્ડ ગેમ્સ (લ્યુડો, ચેસ) રમો. આ પ્રવૃત્તિઓ યાદગાર બની રહેશે.

તમારા માટે પણ સમય કાઢો (Self-Care)
યાદ રાખો, “એક ખુશ માતા(Mother) જ બાળકને ખુશ રાખી શકે છે.” જો તમે સતત થાકેલા અને ચીડિયા રહેશો, તો તેની અસર બાળક પર પડશે. દિવસની 15 મિનિટ માત્ર તમારા (Mother)માટે કાઢો જેમાં તમે મેડિટેશન કરો કે ગમતું સંગીત સાંભળો. તમારી માનસિક શાંતિ બાળકના ઉછેર માટે સૌથી મોટી ભેટ છે.
વર્કિંગ મધર (Mother)હોવું એ ગર્વની વાત છે, ગિલ્ટની નહીં. તમે તમારા બાળક માટે રોલ મોડેલ છો. બસ, આ નાની-નાની પળોને સાચવી લો, કારણ કે બાળકો જોતજોતામાં મોટા થઈ જશે અને આ સમય પાછો નહીં આવે.
આ પણ વાંચો : મોંઘીદાટ ક્રીમ અને લોશન પણ જે કામ નથી કરતા, તે આ 5 કુદરતી તેલ કરશે: શિયાળામાં ડ્રાય સ્કિનને કહો બાય-બાય

