નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ સવા ચાર વર્ષ પછી લાવવામાં આવેલા અવિશ્વાસનો પ્રસ્તાવની અગ્નિપરીક્ષા મોદી સરકારે પાસ કરી છે. શુક્રવારના રોજ દિવસભર ચાલેલા ૧૨ કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વોટિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન મોદી સરકારના સમર્થનમાં ૩૨૫ વોટ પડ્યા છે અને આ પ્રસ્તાવ જીતવામાં સફળ રહી છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓના સમર્થનમાં ૧૨૬ સાંસદોએ પોતાના વોટ આપ્યા હતા.
325 MPs voted ‘No’ 126 voted ‘Ayes’,#NoConfidenceMotion against NDA Govt rejected pic.twitter.com/Z77dX4zCZ7
— ANI (@ANI) July 20, 2018
અવિશ્વાસના પ્રસ્તાવના વોટિંગ પહેલા દિવસભર રાજકીય પાર્ટીઓના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. પહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્તમાન મોદી સરકાર અને પીએમ મોદી પર હુમલો બોલ્યો હતો. તેઓએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેઓને દેશના ચોકીદાર નહિ પણ ભાગીદાર કહ્યા હતા.
#WATCH PM Modi says, "I had read a statement- "who says we don't have the numbers." Look at the arrogance. When in 1999 someone stood outside Rashtrapati Bhavan and said- we have 272 & more joining. Atal Ji's govt was destabalised and they never formed the govt: PM in Lok Sabha" pic.twitter.com/EG5U7lC6KI
— ANI (@ANI) July 20, 2018
જો કે ત્યારબાદ પીએમ મોદીએ પણ પોતાના ૯૦ મિનિટના ભાષણમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના દરેક મુદ્દે જવાબ આપ્યો હતો અને સરકારના કામકાજ અંગે પણ જણાવ્યું હતું. જો કે પીએમ મોદીએ પોતાના સંબોધનના અંતમાં આગામી ૨૦૨૪માં બીજી વાર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
NDA has the confidence of the Lok Sabha and the 125 crore people of India. I thank all the parties that have supported us in the vote today. Our efforts to transform India and fulfil the dreams of our youth continue. Jai Hind!, tweets PM Narendra Modi pic.twitter.com/P20KtbfDeP
— ANI (@ANI) July 20, 2018
લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ જીતવામાં સફળ થયા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું, “ NDA ગઠબંધનને લોકસભા અને દેશના ૧૨૫ કરોડ લોકો પર વિશ્વાસ હતો. હું તમામ પાર્ટીઓને આ પ્રસ્તાવ માટે પોતાનું સમર્થન આપવા માટે ધન્યવાદ કહું છું. તમારા સંઘર્ષથી હવે દેશના યુવાનોના સ્વપ્ન સાકાર કરી શકાશે અને ઇન્ડિયાને ટ્રાન્સફોર્મ કરી શકાશે. જય હિન્દ”
અત્રે ઉલ્લેખનિય છે કે, ટીડીપી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસનો પ્રસ્તાવને મોનસૂન સત્રના પહેલા દિવસે જ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને મંજુરી આપી હતી, અને આ અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા અને વોટિંગ માટે શુક્રવારની દિવસ નક્કી કરાયો હતો.

સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર હાથ ધરાયેલા વોટિંગના આંકડા :
લોકસભાના કુલ સાંસદ : ૫૪૩
હાજર કુલ સાંસદ : ૪૫૧
મોદી સરકારના સમર્થનમાં વોટ : ૩૨૫
વિપક્ષના પક્ષમાં વોટ : ૧૨૬
