Surendranagar News/ એંજાર ગામે પ્રેમી સાથે મળી પતિને હત્યા કરનાર પત્ની સહીત બે ઝડપાયા

ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે વાડી વાવતા છોટાઉદયપુર જિલ્લાના યુવાનની તેની પત્ની અને પ્રેમી સાથે અન્ય એક યુવકે મળીને ગળે ટૂપો દઇને હત્યા કરવામાં આવી હતી.

Gujarat Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગરના એંજારમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી.પતિ સૂતો હતો ત્યારે  ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી.પ્રેમી સાથે મળી પત્નીએ અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા.આ સમગ્ર મામલે પોલીસે હત્યારો પ્રેમી અને પત્નીની અટકાયત કરી છે.તેમજ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.હત્યાની આ ઘટના વાડીમાં આવેલ CCTV કેમેરામાં કેદ થઈ હતી.

શું છે સમગ્ર મામલો?

જણાવી દઈએ કે, ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે વાડી વાવતા છોટાઉદયપુર જિલ્લાના યુવાનની તેની પત્ની અને પ્રેમી સાથે અન્ય એક યુવકે મળીને ગળે ટૂપો દઇને હત્યા કરવામાં આવી હતી. અહીંયા મહત્વની બાબત તો એ છે કે પતિની હત્યા કરીને પત્નીએ વતનમાં જઇને અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યો હતો. પરંતુ શંકાને આધારે પોલીસે કરેલી તપાસમાં સીસીટીવી ફૂટેજમાં હત્યાની લાઇવ ઘટના કેદ થઇ જતા પ્રેમી અને પ્રેમીકાનો ભાંડો ફૂટી ગયો હતો. મળતી વિગતો મુજબ હત્યાના આરોપી બંને પત્ની અને પ્રેમીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

આ ઘટનામાં મૃતકની પત્ની ભાવનાબેન, તેનો પ્રેમી પ્રતાપ રાઠવા અને એક અજાણ્યા શખ્સે મળીને નારાયણભાઈને ગળે ટૂંપો આપીને મારી નાખ્યા હતા. હત્યા બાદ આરોપીઓએ મૃત્યુને હાર્ટએટેકથી થયેલું મોત ગણાવ્યું અને પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ છોટાઉદેપુર લઈ જઈને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પરંતુ વાડી માલિકની સતર્કતાએ આ ગુનાનો ભેદ ઉકેલ્યો. વાડીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળતાં તેમણે તુરંત ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચાવડાની આગેવાની હેઠળની ટીમે તપાસ કરતાં સમગ્ર સત્ય બહાર આવ્યું હતું.

પોલીસે આ મામલે પત્ની ભાવનાબેન, તેના પ્રેમી પ્રતાપ રાઠવા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલમાં ત્રણેય આરોપીઓ ફરાર છે અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના એકવાર ફરી સાબિત કરે છે કે મોટાભાગની હત્યાઓ પાછળ પ્રેમ, પૈસા અને જમીન જેવા કારણો જવાબદાર હોય છે. પતિ જ્યારે રાત્રે સુતો હતો તે દરમિયાન પત્નીએ તેના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો.

 મહિલાનો પતિ ભર ઉંઘમાં હતો તે દરમ્યાન મહિલાએ પ્રેમી સાથે મળીને તેને ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી.હત્યાની શંકા ન જાય તે માટે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. જોકે આ સમગ્ર ઘટના વાડીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે હત્યારા પ્રેમી અને પત્નીની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં નજીવી બાબતે પિતાએ કરી પુત્રની હત્યા, જાણો શું છે મામલો

આ પણ વાંચો: કળયુગી પિતાએ કરી પુત્રની ક્રૂર હત્યા

આ પણ વાંચો: જામનગર:પિતાએ ચાર વર્ષના પુત્રની કરી હત્યા, ધ્રોલમાં ચાર વર્ષીય માસુમ પુત્રની કરાઇ હત્યા, પોલીસે હત્યાન ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી