Junagadh News : જુનાગઢના અંબાજી મંદિર (Junagadh Ambaji Temple)માં ચાલી રહેલા વિવાદમાં હવે વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. મહંત તનસુખગીરીની હત્યાના ષડયંત્ર (Mahant Murder Conspiracy)અંગે પોલીસમાં અરજી કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. અરજીમાં તનસુખગીરીને સ્લો પોઈઝન (Slow Poison Allegation)આપવામાં આવ્યું હોવાનો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત મંદિરમાંથી નવાબી હાર તેમજ સોનું-ચાંદી સહિતની કિંમતી વસ્તુઓ ગાયબ થયાના આક્ષેપો પણ અરજીમાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
21 મહિના બાદ પોલીસમાં અરજી
મહત્વની વાત એ છે કે આ મામલે ઘટનાના આશરે 21 મહિના બાદ પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અરજી દુષ્યંતગિરી (Dushyantgiri)ના નામે લખવામાં આવી હોવાનું જણાવાયું છે, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે.
દુષ્યંતગિરીએ કર્યો નકલી અરજીનો દાવો

બીજી તરફ દુષ્યંતગિરીએ પોતાના નામે કરવામાં આવેલી અરજી અંગે અલગ જ દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ અરજી તેમના નામે કરવામાં આવેલી નકલી અરજી છે. જેના કારણે હવે અરજી કોણે કરી અને તેના પાછળનો હેતુ શું હતો તે અંગે પણ સવાલો ઉભા થયા છે.
પોલીસ તપાસ શરૂ
મહંતની હત્યાના કથિત ષડયંત્ર, સ્લો પોઈઝનના આક્ષેપો તેમજ મંદિરની કિંમતી વસ્તુઓ ગાયબ થવાના દાવા સહિતના મુદ્દાઓને લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અરજીમાં કરાયેલા આક્ષેપોની હકીકત શું છે અને અરજી પાછળ કોણ છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
હાલ અંબાજી મંદિર (Junagadh Ambaji Temple)સાથે જોડાયેલા આ સમગ્ર વિવાદમાં નવા આક્ષેપોથી સાધુ સમાજ અને સ્થાનિકોમાં પણ ચર્ચા તેજ બની છે. પોલીસ તપાસના અંતે જ આ ગંભીર આક્ષેપોની સત્યતા સામે આવશે.
