Ahmedabad News/ અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી

plastic ની થેલીઓ રાખનારા વેપારીઓ-ફેરિયાઓને દંડ ફટકારાશે

Top Stories Ahmedabad Gujarat
Plastic

Ahmedabad News : સિંગલ યુઝ પ્લાસ્ટિક (plastic) પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં શહેરમાં કેટલાક વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને ઉત્પાદન કરવામાં આવતું હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કડક કાર્યવાહી કરશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા શાકભાજી અને ફ્રૂટ માર્કેટ સહિત જાહેર સ્થળોએ પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ (Banned)અમલમાં લાવવા આદેશ આપવામાં આવ્યા બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીએ દંડાત્મક પગલાં લેવા નિર્ણય કર્યો છે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે શહેરને પ્રતિબંધિત પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરાશે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2016 મુજબ 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક થેલીઓ તથા 60 GSMથી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ (Banned) છે.

દંડની જોગવાઈ

નિયમનો ભંગ કરતા ફેરિયાઓ અને વેપારીઓ સામે નીચે મુજબ દંડ વસૂલવામાં આવશે:

  • પ્રથમ વખત: રૂ. 1000

  • બીજી વખત: રૂ. 3000

  • ત્રીજી વખત અને ત્યારબાદ: રૂ. 5000

ફેક્ટરી અને હોલસેલર્સ સામે કડક પગલાં

  • શહેરમાં જો કોઈ ફેક્ટરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક (Plastic)નું ઉત્પાદન ઝડપાશે તો ફેક્ટરીને 15 દિવસ માટે સીલ કરવામાં આવશે.

  • જો કોઈ દુકાનદાર અથવા મોટા હોલસેલ વેપારી પાસેથી 100 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાશે તો દુકાન અથવા ગોડાઉન 10 દિવસ માટે સીલ કરવામાં આવશે તથા નિયમ મુજબ પેનલ્ટી વસૂલાશે.

જાગૃતિ અને વિકલ્પ વ્યવસ્થા

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા પ્રોત્સાહિત કરવા 16 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. અગાઉ પણ આ પ્રકારનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક ઘરને બે કાપડની થેલીઓ આપવામાં આવી છે અને બજારમાં ખરીદી કરવા જતા નાગરિકો કાપડની થેલી સાથે લાવે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા હજી પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોવાથી હવે આવા તત્વો સામે સખત કાર્યવાહી (Strict Action)કરવામાં આવશે.

શહેરને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે કોર્પોરેશન સક્રિય અને કડક અમલવારી માટે પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો : ગિરનાર પર્વત વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, જૂનાગઢ કલેકટરે HC સમક્ષ કર્યો અહેવાલ રજૂ

આ પણ વાંચો : દેશભરમાં આજથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, આ 19 વસ્તુઓ હવે નહીં મળે

આ પણ વાંચો : 48 ટીમો દિલ્હીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકશે, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો