National News/ કેન્દ્ર સરકારની જનગણનાને લઈને મોટી જાહેરાત; સામાજિક-આર્થિક સ્થિતિ પણ જણાવાશે

કેન્દ્ર સરકારે census માટે 40 સવાલો નોટિફાઈ કર્યા છે. જાતિ જનગણના સાથે સામાજિક અને આર્થિક સ્થિતિની પણ વિગતવાર માહિતી મેળવાશે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
caste-based-census-schedule-and-guidelines

India census 40 questions notified: કેન્દ્ર સરકારે આગામી વસ્તી ગણતરી દરમિયાન લોકોને પૂછવામાં આવનારા 40 પ્રશ્નોને નોટિફાઈ કર્યા છે. આ વખતે વસ્તી ગણતરીમાં માત્ર લોકોની સંખ્યા જ નહીં, પરંતુ તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ અંગેની માહિતી પણ એકત્ર કરવામાં આવશે. આ પ્રક્રિયામાં લોકોને તેમની જાતિ અને સામાજિક વર્ગ અંગે પણ માહિતી આપવાની રહેશે. ખાસ કરીને વ્યક્તિ અનુસૂચિત જાતિ એટલે કે SC, અનુસૂચિત જનજાતિ એટલે કે ST અથવા અન્ય કોઈ જાતિ સાથે સંબંધિત છે કે નહીં, તે અંગે પ્રશ્ન પૂછવામાં આવશે. આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે 1931 પછી દેશવ્યાપી સ્તરે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી નથી. તેથી આ વખતે થનારી જાતિ ગણતરીથી દેશમાં વિવિધ સામાજિક વર્ગોની વસ્તી અંગે વધુ વિગતવાર માહિતી ઉપલબ્ધ થઈ શકે છે.

40 પ્રશ્નો દ્વારા માહિતી એકત્ર થશે

રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આદેશમાં વસ્તી ગણતરી(census) દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની વિગતો આપવામાં આવી છે. તેમાં વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી આવે છે કે નહીં અને તેની જાતિ શું છે, તે અંગેની માહિતી પણ સામેલ છે. સરકારનો હેતુ માત્ર જાતિની(census) માહિતી મેળવવાનો નહીં, પરંતુ દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનું પણ વિસ્તૃત ચિત્ર તૈયાર કરવાનો છે.

કેટલીક જગ્યાએ સપ્ટેમ્બરમાં ગણતરી

ગેઝેટ નોટિફિકેશન અનુસાર, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફવાળા વિસ્તારોમાં લોકોની ગણતરી 1થી 30 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે. દેશના બાકીના વિસ્તારોમાં વસ્તી ગણતરીનું(census) કામ ત્યારબાદ શરૂ કરવામાં આવશે.

સ્વ-ગણનાની પણ સુવિધા

સરકારે લોકોને પોતાની માહિતી જાતે ભરવાની એટલે કે સ્વ-ગણના (Self-Enumeration) ની સુવિધા પણ આપવાની જાહેરાત કરી છે.આ માટે 17થી 31 ઓગસ્ટ દરમિયાન લોકો ઘરેથી પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે. ત્યારબાદ ઘર-ઘર જઈને વસ્તી ગણતરી કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ વખતે જાતિ, સામાજિક સ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલી માહિતી એકત્ર થવાથી સરકારને વિવિધ યોજનાઓ અને નીતિઓ તૈયાર કરવામાં વધુ વિગતવાર આંકડાકીય આધાર મળી શકે છે.


આ પણ વાંચો:ગુજરાતમાં આવતીકાલથી ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ, પ્રથમવાર થશે સંપૂર્ણ ડિજિટલ જનગણના

આ પણ વાંચો:ગુજરાતમાં જનગણના 2027નો શુભારંભઃ સીએમ સહિત અનેક ધારાસભ્યોએ શરૂ કરાવી ડિજિટલ સ્વગણતરી

આ પણ વાંચો:જનગણના 2027 ગુજરાત: જૂન 2026થી ઘર ગણતરી શરૂ