રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર રખડતા ઢોરે વધુ એકને ભોગ બનાવી છે. રાજકોટના ગાંધીગ્રામમાં આવેલા વેલનાથ ચોક પાસે એક્ટિવા ચાલક યુવતીને ખૂંટિયાએ અડફેટે લીધી હતી. આ ઘટનાના CCTV કેમેરામાં પણ કેદ થઇ હતી. ત્યારે સમગ્ર મામલે યુવતીએ ઢોર માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, એક યુવતી ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા વેલનાથ ચોક પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન એક ખુંટિયાએ ટુ વ્હીલર ચાલક આ યુવતીને અડફેટે લઈ લીધી હતી. ચાલુ બાઈક પર લાકડી વડે ઢોરને હંકારતા યુવકના કારણે ખુંટિયો દોડ્યો હતો અને અડફેટે યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેથી જીજ્ઞાબેન મકવાણા નામની યુવતીએ ઢોર માલિક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
રખડતા ઢોરના કારણે તો ઘણા અકસ્માત થાય છે. ત્યારે હવે ઢોર માલિક જાહેરમાં ઢોરને હંકારતા હવે વાહન ચાલક માટે જાહેર માર્ગ પર વાહન ચલાવવું જોખમી બની રહ્યું છે.
મહત્વનું છે કે, રખડતા ઢોરના ત્રાસના લઇને ઢોર પકડ ઝુંબેશ મનપા દ્વારા ચલાવવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી અને રસ્તે રખડતા પશુઓ લોકોનો જીવ લે છે.
આ પણ વાંચો:ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી સારો ફાયદો અપાવવાની લાલચ આપી 65 લાખ પડાવનારા 3 સાયબર ક્રાઈમના હાથે ઝડપાયા
આ પણ વાંચો:સંતરામપુર પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલને એ.સી.બી.ટીમે રૂ.૭૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો
આ પણ વાંચો:માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ, હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી
આ પણ વાંચો:હવે પનીર પણ બનાવટી, આરોગ્ય વિભાગે 1,600 કિલો નકલી પનીર જપ્ત કર્યુ
આ પણ વાંચો:ચોરી કરીને ફકીરનો વેશ ધારણ કરી દરગાહમાં રહેતો ચોર સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથ ઝડપાયો
