A relationship/ માતા-પિતા પાસે કયા ત્રણ સૌથી મહત્વપૂર્ણ ગુણ હોવા જોઇએ, શું છે સારા પેરન્ટ્સની કવૉલિટી!

શું તમે જાણો છો કે મા-બાપમાં કયા કયા ગુણો અવશ્ય હોવા જ જોઇએ? બાળનિષ્ણાત તબીબે એવા ગુણો વિશે જણાવ્યું છે કે જે આદર્શ માતા-પિતાની ઓળખ છે. શું તમારામાં છે આ વિશેષ ગુણો?

Trending Relationships

Relationship:દરેક માતા-પિતા પોતાના બાળકને શ્રેષ્ઠ રીતે ઉછેરવા માગતા હોય છે. એ ઇચ્છે છે કે એમનું બાળક જીવનમાં હંમેશાં ખુશ રહે, આગળ વધે, સફળતા એના ચરણ ચૂમે અને એનામાં દરેક સમસ્યામાંથી ઉગરવાની ક્ષમતા હોય. મા-બાપ પોતાના બાળકનું સારું તો ઇચ્છે જ છે, પણ પોતાની સારી-ખોટી ટેવોને નજરઅંદાજ કરે છે. પરંતુ, પેરન્ટ્સ એ સમજવાની જરુર છે કે એમની ટેવો અને ગુણો (Qualities) ની બાળકના વ્યક્તિત્વ પર અત્યંત ગાઢ અસરો થાય છે. એવા ઘણા બધા ગુણ છે જે બાળકમાં મા-બાપ કે વાલીનું વર્તન જોઇને આપમેળે જ આવી જાય છે. બાળનિષ્ણાત તબીબો એવા અમુક ગુણો વિશે જણાવે છે કે જે દરેક પેરન્ટમાં હોવા જ જોઇએ. તમે પણ જાણો આ ક્વૉલિટીઝ કઇ કઇ છે?

માતા-પિતા પાસે કયા 3 સૌથી મહત્વપૂર્ણ ગુણો હોવા જોઇએ

શાંત રહેવાનો ગુણ

જે પેરન્ટ્સ શાંત અર્થાત્ કૂલ અને કાલ્મ(Cool and Calm) હોય છે અને દરેક નાની-મોટી બાબતે ગુસ્સો કરતા નથી, તો એમના બાળકોમાં પણ આ ક્વૉલિટીઝ જોવા મળે છે. શાંત માતા-પિતા આરામથી બાળકોની ભાવનાઓને સમજી શકે છે અને એમને સાંભળે છે. બાળકો પણ આવા પેરન્ટ્સ સાથે કોઇ પણ વાત કરતા ગભરાતા નથી.

રોલ મોડલ બનવાનો ગુણ

બાળકો અતિ ઝીણવટપૂર્વક પોતાના પેરન્ટ્સ નું નિરીક્ષણ કરતા હોય છે. આ સંજોગોમાં માતા-પિતાની દરેક સારી-ખોટી આદતો બાળકમાં ઉતરી શકે છે. આથી જ માતા-પિતા એ બાળકોના આદર્શ રોલ મોડલ બનવું જોઇએ. ફોનમાં ચોંટી રહેવું, ભોજન ન ખાવું તથા બાળકો સામે ઝઘડા કરવાની આદતો પેરન્ટ્સમાં ના હોય એ જરુરી છે.

સંવાદ સાધવાનો ગુણ

કોઇની વાત સાંભળવી અને પોતાની વાત કોઇ સમક્ષ સારી રીતે મૂકવાનો ગુણ તો માતા-પિતામાં અચૂક હોવો જ જોઇએ. સારા પેરન્ટ્સ એ જ હોય છે જે સાફ તથા સારી રીતે પોતાની વાતને બાળકો સમક્ષ મૂકે છે અને સામે બાળકની રજૂઆત કે અભિપ્રાય પણ સાંભળે છે. માતા-પિતા અને બાળકો વચ્ચે સંવાદનો સેતુ તૂટી જાય, જેને કોમ્યુનિકેશન ગૅપ કહેવાય છે, ત્યારે સમસ્યાઓ વધી જાય છે. બાળકો હૈયું ખોલીને માતા-પિતા સાથે વાતચીત કરી શકતા નથી.

પેરન્ટ્સ માં કયા કયા ખરાબ ગુણો હોય છે?

બાળકોને વાતે-વાતે લડવું, એ ખરાબ માતા-પિતાની ઓળખ સમાન અવગુણ છે.

પોતાના જ બાળકની જિંદગીમાં ઓછો કે નહિવત્ રસ લેવો.

બાળકોની હાજરીમાં સતત ફોનમાં વ્યસ્ત રહેવું અને આ સિલસિલો જમવાના ટેબલ પર પણ જારી રાખવો.

બાળકો માટે એક ખરાબ રોલ મૉડલ બનવું અને અન્યોનું સન્માન ન કરવું.

બાળકની સામે બૂમો પાડવી, લડાઇ કરવી કે અપ્રામાણિક રીતે વર્તવું.

બાળકની સામે જૂઠ્ઠું બોલવું એ પેરન્ટ્સ ની સૌથી ખરાબ ટેવોમાંની એક કુટેવ છે.

બાળકની કોઇ પણ વાત ન સાંભળીને પોતાનો જ કક્કો ખરો કરાવવો.

બાળકને વહાલ ના કરવું. આવું કરવાથી બાળકમાં હીન ભાવના પેદા થાય છે અને એનો બોજો એના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.

પોતાના બાળકની સરખામણી અન્ય સાથે કરવી. આમ કરવાથી બાળકનો આત્મવિશ્વાસ ઓછો થાય છે.

બાળકની સાથે રમવું નહિ કે એની સાથે જરા પણ સમય ન વીતાવવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.

આ પણ વાંચો:બાળકોને રાત્રે ઊંઘાડતા દમ નીકળી જાય છે? તો અપનાવો આ 9 રીતને !