Lifestyle/ ફર્નિચરમાં ઉધઇ લાગે તો શું કરવું? જાણો આ ચમત્કારિક ઉપાય, ચોમાસામાં ઉધઇ પલંગ કે કબાટને નહિં કરી શકે ખોખલાં

ઉધઇ લાકડાને અંદરથી કોતરીને ખોખલું બનાવી દે છે. એવામાં જાણીએ કે, ઉધઇથી છૂટકારો મેળવવાનો શો ઉપાય છે અને કઇ રીતે ઉધઇનો નાશ કરી શકાય?

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

LIFESTYLE : ઉધઇ લાકડાને અંદરથી કોતરીને ખોખલું બનાવી દે છે. એવામાં જાણીએ કે, ઉધઇથી છૂટકારો મેળવવાનો શો ઉપાય છે અને કઇ રીતે ઉધઇનો નાશ કરી શકાય?

ઉધઇ મારવાની દવા

ઘરમાં રહેલી બે વસ્તુઓને ભેળવીને ઉધઇને મારવા માટેની અસરકારક દવા બનાવી શકાય છે. આ માટે, બસ તમારે 2 ચમચી સફેદ સિરકો લઇને એમાં 2 ચમચી લીંબુનો રસ ભેળવવાનો રહેશે. આ બંને વસ્તુઓને મિક્સ કરીને ઉધઇ લાગેલા ફર્નિચર અને ઘરમાં જ્યા જ્યાં પણ નાની-મોટી જીવાત હોય ત્યાં ત્યાં છાંટી દો. આ મિશ્રણના ઉપયોગથી ઉધઇથી છૂટકારો મેળવી શકાય છે.

ઉધઇ મારવા માટે અસરદાર છે આ ઘરગથ્થું નુસખા

લાકડામાં લાગેલી ઉધઇને દૂર કરવા માટે ફર્નિચરને તડકામાં રાખો. વળી, ઘરના જે-જે સામાનમા ઉધઇ લાગી હોય એને સારી રીતે તપાવી લેવાથી ઉધઇ મરી જાય છે.

ઉધઇનો નાશ કરવા માટે મીઠું (Salt) એક અસરકારક હથિયાર છે. પાણીમાં મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને એને એક સ્પ્રે બોટલમાં ભરી લો. ઉધઇ પર આ મિશ્રણને છાંટવાથી ફક્ત ઉધઇ જ નહિ, પરંતુ અન્ય જીવાતોનો પણ નાશ થાય છે.

પેટ્રોલિયમ જૅલી પણ અહીં અસરકારક છે, ઉધઇવાળા લાકડાના ભાગ પર એને લગાવવાથી એ ઉધઇ ઉપર એક લૅયર બનાવી દે છે, જેનાથી ઉધઇને ઑક્સિજન મળી શકતો નથી. આથી ગૂંગળાઇ જઇને ઉધઇ મૃત બની જાય છે. આ નુસખો અવશ્ય અજમાવવો જોઇએ.

લવિંગનું તેલ પણ ઉધઇના નાશ માટે અસરકારક છે. ઉધઇવાળા ફર્નિચર પર લવિંગનું તેલ લગાવો આથવા એને પાણીમાં ભેળવીને છાંટો.

ઘરમાં ઉધઇનો ઉપદ્રવ ઘણો જ વધી જાય અને કોઇ જ નુસખો કામ ના આવે તે પછી પૅસ્ટ કંટ્રોલ વાળાને બોલાવીને આ જીવાતથી છૂટકારો મેળવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.

આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે