સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. આ વચ્ચે હવે કોરોનાનાં અલગ-અલગ વેરિઅન્ટ દુનિયા સમક્ષ આવી ચુક્યા છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે, 29 દેશોમાં કોવિડ લેમ્બડાનાં નવા વેરિઅન્ટની ઓળખ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો ઉદ્દભવ દક્ષિણ અમેરિકાથી થયો છે. WHO અનુસાર, તેની ઓળખ પ્રથમ પેરુમાં થઈ હતી.

ભાવ વધારો / ફરી એકવાર પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધ્યા, જાણો શું છે આજનો ભાવ
WHO અનુસાર, દક્ષિણ અમેરિકામાં લેમ્બડા વેરિઅન્ટ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે. વળી, પેરુમાં, લેમ્બડા વેરિઅન્ટનાં 81 ટકા કેસો એપ્રિલ 2021 માં પ્રાપ્ત થયેલા તમામ કોરોના ડેટામાં જોવા મળ્યાં હતા. અહીં, ચિલીમાં પણ, છેલ્લા 60 દિવસોમાં મળી આવેલા કોરોનાનાં 32 ટકા કેસો લેમ્બડા વેરિઅન્ટનાં હતા. એટલું જ નહીં, દક્ષિણ અમેરિકાનાં અન્ય દેશો પણ આનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આર્જેન્ટિના અને એક્વાડોરમાં, તેના વધતા જતા કેસો સતત સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, લેમ્બડા વેરિઅન્ટ મ્યૂટેશન બાદ ઝડપથી ફેલાય છે. એટલે કે, તેમાં લોકોને ઝડપથી ચેપ લગાડવાની ક્ષમતા પણ હશે અને એન્ટિબોડીઝનાં વાયરસનાં પ્રતિકારને વધુ મજબૂત કરી શકે છે. તે પહેલાં કરતાં પણ વધુ ઘાતક હોઈ શકે છે. જો કે, વૈજ્ઞાનિકો તેના સંશોધનમાં રોકાયેલા છે. જેના પર આગળ અભ્યાસની જરૂરી છે.

વૃદ્ધને માર માર્યાનો મામલો / ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં MD ને મોકલી લીગલ નોટિસ
તાજેતરનું ઉદાહરણ લઈએ તો, ભારતમાં અસ્તિત્વમાં આવેલા ડેલ્ટા વેરિઅન્ટને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા 11 મે 2021 સુધી વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે માનવામાં આવ્યુ હતું. પરંતુ, જે ગતિ સાથે તે સમગ્ર વિશ્વમાં ફેલાયો, તે જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેને વેરિઅન્ટ ઓફ કંસર્ન માનવુ પડ્યુ હતુ. જણાવી દઇએ કે, વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટનો અર્થ છે કે આ લોકોને ઇન્ટરેસ્ટની વાત હતી. લોકો અગાઉનાં કોરોનાનાં વેરિઅન્ટને જાણવા ઇચ્છતા હતા. તે અખબારો અથવા ચેનલોમાં પણ ઘણી હેડલાઇન્સ બનાવે છે. તેને વધારે જોખમી માનવામાં આવતું નહોતું. પરંતુ, વેરિઅન્ટ ઓફ કંસર્નનો અર્થ એ છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે અને મોટી સંખ્યામાં લોકોને ચેપ લગાડે છે.

