World News/ ચીનમાં ગધેડાના માંસની નિકાસ કરશે પાકિસ્તાન! કંપની દ્વારા ચેતવણી…અને શાહબાઝ શરીફે આપી દીધી મંજૂરી!

પાકિસ્તાન (Pakistan) ગ્વાદરમાં એક કતલખાનું ચલાવે છે જ્યાંથી ગધેડાનું માંસ અને ચામડું ચીન મોકલવામાં આવે છે. ચીનમાં ગધેડાનું માંસ અને ચામડું પારંપરિક દવાઓ…

World Trending
Pakistan, ચીનમાં નિકાસ ,ગધેડાનું માંસ, ચીની કંપની, પારંપરિક દવાઓ

World News: ચીનમાં ગધેડાનું માંસ નિકાસ કરવાની પાકિસ્તાને (Pakistan) મંજૂરી આપી દીધી છે! ચીનની એક કંપનીએ સંચાલન બંધ કરવાની ચેતવણી આપેલી અને ત્યાર પછી તરત જ પ્રધાનમંત્રી કાર્યાલયે ઉતાવળમાં હસ્તક્ષેપ કરવો પડ્યો! જેના પરિણામ સ્વરુપે આ મંજૂરી આપવામાં આવી છે.

ગધેડાનું માંસ નિકાસ કરવાની પાકિસ્તાન (Pakistan)ની મંજૂરી

આ સમગ્ર વિવાદ એક ટ્રેડિંગ કંપની સાથે સંલગ્ન છે. ચીનની કંપની હૅ ગેન્ગ ટ્રેડિંગ (Hag Gang Trading) પાકિસ્તાન ગ્વાદરમાં એક કતલખાનું ચલાવે છે જ્યાંથી ગધેડાનું માંસ અને ચામડું (Donkey Meat and Leather) ચીન મોકલવામાં આવે છે. ચીનમાં ગધેડાનું માંસ અને ચામડું પારંપરિક દવાઓ (Traditional Medicines) બનાવવામાં ઉપયોગમાં લેવાય છે, જેને સામાન્ય રીતે લોહી વધારવા અને ત્વચા સંબંધી સમસ્યાઓનો ઇલાજ કરવા માટે વાપરવામાં આવે છે. આ પોર્ટ સિટી (Gwadar Port) ચીનના સમર્થન વાળી પરિયોજનાઓનું મુખ્ય કેન્દ્ર છે.

Pakistan, ચીનમાં નિકાસ ,ગધેડાનું માંસ, ચીની કંપની, પારંપરિક દવાઓ

ચીનની યાત્રા કરશે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ

પાકિસ્તાન સરકારનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે પાક. પ્રધાનમંત્રી શેહબાઝ શરીફ (Shehbaz Sharif) આ મહિનાના અંતમાં રોકાણ મંચ સંબંધે ચીન (China)ની યાત્રા કરવાના છે. સરકારી અનુમાન અનુસાર, પાકિસ્તાન પ્રત્યેક વર્ષે આશરે 2.16 લાખ ગધેડાનું માંસ અને ચામડું નિકાસ કરે છે. આ ઇસ્લામિક રાષ્ટ્ર મુખ્યત્વે ચીન દેશને જ ગધેડાનું માંસ અને ચામડાની નિકાસ કરે છે. એમાંથી એને લગભગ 30 કરોડ અમેરિકી ડૉલરની આવક પ્રાપ્ત થાય છે. કંપનીએ 1 મેના રોજ સાર્વજનિક બયાનમાં કહ્યું હતુ કે, ‘બજાર સિવાયના પરિબળો અને કાર્યકારી અવરોધો’ (Non-market factors and Operational constraints)ના કારણે પાકિસ્તાનમાં એને પોતાનું કામ બંધ કરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે!

Pakistan, ચીનમાં નિકાસ ,ગધેડાનું માંસ, ચીની કંપની, પારંપરિક દવાઓ

કેટલાક મહિનાઓથી વિલંબિત હતી મંજૂરી

અધિકારીઓના જણાવ્યાનુસાર, આ વિવાદ પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રાલય અને પશુધનની નિકાસને નિયંત્રિત કરતા ‘પશુ ક્વોરૅન્ટીન વિભાગ’ (Animal Quarantine Department) દ્વારા વિલંબિત મંજૂરીઓ (Pending Approvals)ના કારણે સર્જાયો હતો. કંપનીના આ બયાન બાદ, પ્રધાનમંત્રીના સલાહકાર તૌકિર શાહ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ મામલાને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે પ્રધાનમંત્રી કાર્યાલયના હસ્તક્ષેપ બાદ મંજૂરી પ્રક્રિયાને ગતિ પ્રદાન કરવામાં આવી હતી. એના આગલા દિવસે જ પાકિસ્તાનના મંત્રીમંડળ દ્વારા ગધેડાના માંસની નિકાસને મંજૂરી આપી દેવાઇ હતી અને ત્યાર બાદ, પશુ ક્વોરૅન્ટીન વિભાગે પણ આવશ્યક અનુમતિ જારી કરી દીધી હતી!


આ પણ વાંચો: ઈરાન યુદ્ધથી ભારત-ચીનના અર્થતંત્રને મોટો ફટકો, UN એ વિકાસ દરમાં ઘટાડાની વ્યક્ત કરી આશંકા

આ પણ વાંચો: ચીન કેમ કરી રહ્યું છે કીડીઓની તસ્કરી? એક રાણી કીડીની કિંમત ₹21,000, આખી દુનિયા પરેશાન

આ પણ વાંચો: લદ્દાખ બાદ હવે અરુણાચલ સીમા સળગાવવાની પેરવીમાં ચીન? ભારતે ઉશ્કેરણી સામે લાલ આંખ કરી