નવી દિલ્હી,
દેશની ચાર જાનીમાની હસ્તિઓના નામ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના ઉપલાગૃહ માટે નોમિનેટ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા ખેડૂત નેતા રામ શકલ, લેખક અને ભાજપના નેતા રાકેશ સિન્હા, શિલ્પીકાર રઘુનાથ મહાપાત્ર અને ક્લાસિકલ ડાંસર સોનલ માનસિંહનું નામ શામેલ છે.
જો કે આ દરમિયાન કોઈ ક્રિકેટર કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિનું નામ નોમિનેટ કરાયું નથી. નોધનીય છે કે, આ પહેલા ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર અને પ્રખ્યાત અભિનેત્રી રેખાનું નામ નોમિનેટ કરાયું હતું.

રાષ્ટ્રપતિ દ્વારા જે ચાર નામો નોમિનેટ કરાયા છે તેઓ ચાર અલગ-અલગ રાજ્યોમાંથી છે અને તેઓ પોતાના ક્ષેત્રોમાં પ્રખ્યાત છે. બીજી બાજુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇ આ પગલું ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. તેમજ રાષ્ટ્રપતિ દ્વારા એ સમયમાં આ ચાર સભ્યોને નોમિનેટ કર્યા છે જયારે રાજ્યસભામાં ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થવાની છે. આ કારણે સંસદના ઉપલાગૃહમાં સરકારના સાંસદોની સંખ્યામાં પણ વધારો થશે.
રામ શકલ ઉત્તરપ્રદેશમાંથી આવે છે અને તેઓએ દલિત સમુદાય માટે મહત્વપૂર્ણ કામ કર્યું છે. જયારે રાકેશ સિન્હા સંઘના વિચારક છે અને સાથે સાથે તેઓ ટીવી ચેનલોમાં કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી ભાજપનો પક્ષ રાખે છે. તેમજ તેઓ દિલ્હી યુનિવર્સીટીમાં એસોસિએટ પ્રોફેસર પણ છે.
સોનલ માનસિંહ દેશની પ્રખ્યાત ડાન્સર છે. જયારે રઘુનાથ મહાપાત્રએ જગન્નાથ મંદિર સબંધિત મહત્વપૂર્ણ કામ કર્યું છે અને તેઓ ઓરિસ્સાથી આવે છે.
