Entertainment News : ભારતીય સંગીત જગતના ઓસ્કાર વિજેતા મ્યુઝિક ડિરેક્ટર એ.આર. રહેમાને (A.R. Rahman)સુપ્રસિદ્ધ ગાયિકા સ્વ. આશા ભોંસલે (Asha Bhosle) ની સ્મૃતિમાં એક અત્યંત ભાવુક અને વિશિષ્ટ શ્રદ્ધાંજલિ પ્રોજેક્ટ ‘આશા ફોરએવર’ (Asha Forever) ની જાહેરાત કરી છે. આશાજીની જન્મજયંતિ નિમિત્તે લોન્ચ થનારા આ ગીતનું રેકોર્ડિંગ રહેમાને તેમના જીવનકાળ દરમિયાન જ પૂર્ણ કરી લીધું હતું. 12 એપ્રિલ 2026 ના રોજ 92 વર્ષની વયે સંગીત કોકિલા આશા ભોંસલેએ દુનિયામાંથી વિદાય લીધી હતી, જે બાદ તેમના આ સપનાના પ્રોજેક્ટને આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સિનેમા જગતના દિગ્ગજો વર્ચ્યુઅલ મંચ પર એકસાથે
આ ખાસ મ્યુઝિક વીડિયોમાં બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ એક જ ફ્રેમમાં જોવા મળશે
મુખ્ય કલાકારો: શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રજનીકાંત, કમલ હાસન અને કરણ જોહર જેવા દિગ્ગજો આ શ્રદ્ધાંજલિનો હિસ્સો બન્યા છે.
સંમતિ સાથે AI નો ઉપયોગ: તમામ કલાકારો (Artists)ની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ AI ટેકનોલોજી દ્વારા તેમને આ વર્ચ્યુઅલ ઉજવણીમાં એકસાથે રજૂ કરવામાં આવ્યા છે.
અધૂરું સ્વપ્ન પૂરું કરવા રહેમાનનો ડિજિટલ પ્રયાસ
એ.આર. રહેમાન મૂળ આશાજીની હાજરીમાં જ આ તમામ કલાકારોને એકઠા કરીને એક યાદગાર ઉત્સવ ઉજવવા માગતા હતા. જૂન મહિનામાં સ્ટુડિયોમાંથી રહેમાને આશાજી સાથેની પ્રથમ ઝલક પણ ફેન્સ સાથે શેર કરી હતી. આશાજીના નિધન બાદ આ યોજના અટકી પડી હતી, પરંતુ રહેમાને AI નો ટેકનોલોજિકલ સહારો લઈને આશાજીની સંગીતમય યાત્રાને અમર બનાવવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
આ પણ વાંચો :રાધિકા આપ્ટેએ જ્યારે સેટ પર વગર પૂછ્યે સ્પર્શ કરનાર સાઉથના કલાકારને મારી દીધી થપ્પડ!
આ પણ વાંચો :પ્રિયંકા ચોપડાએ મેરી કોમને કર્યું ચિયર, Bigg Boss 20ના સ્પર્ધકોને આપી ચેતવણી
આ પણ વાંચો :India’s Got Latent 2ના એપિસોડ 6માં રાખી સાવંત અને અશ્નીર ગ્રોવર મચાવશે ધમાલ
