Not Set/ સાવધાન! માનવ શરીરની અંદર છુપાઈ રહે છે કોરોના, સાઉથ કોરીયામાં સાજા થયેલા 51 દર્દી ફરીથી પોઝિટિવ

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે જે દેશના દુનિયમાં વખાણ થઈ રહ્યા છે તે દેશમાં 51 દર્દી ફરીથી પોઝિટિવ મળી આવ્યા છે. સાઉથ કોરિયાએ કોરોનાના કેસ શરૂ થવાની સાથેજ મોટી સંખ્યામાં લોકોના ટેસ્ટ કર્યા હતા જેના કારણે દેશમાં કોરોના ઉપર ખૂબજ હદ સુધી નિયત્રંણ આવી ગયું છે.. પરંતુ 51 દર્દીઓમાં ફરીથી કોરોના પોઝિટિવ આવતા ના તો […]

World

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે જે દેશના દુનિયમાં વખાણ થઈ રહ્યા છે તે દેશમાં 51 દર્દી ફરીથી પોઝિટિવ મળી આવ્યા છે. સાઉથ કોરિયાએ કોરોનાના કેસ શરૂ થવાની સાથેજ મોટી સંખ્યામાં લોકોના ટેસ્ટ કર્યા હતા જેના કારણે દેશમાં કોરોના ઉપર ખૂબજ હદ સુધી નિયત્રંણ આવી ગયું છે.. પરંતુ 51 દર્દીઓમાં ફરીથી કોરોના પોઝિટિવ આવતા ના તો માત્ર સાઉથ કોરિયા, પરંતુ અન્ય દેશની ચિંતાઓ પણ વધી ગઈ છે. ડેલી મેલની રિપોર્ટ પ્રમાણે, કોરોના વાયરસના પોઝિટિવ મળેલા લોકોને સાઉથ કોરિયાના ડેગુમાં કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા, પરંતુ ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને કોરન્ટાઈનમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા, થોડા દિવસો બાદ જ 51 લોકો ફરીથી પોઝિટિવ આવ્યા હતા. સાઉથ કોરિયાના સ્વાસ્થ્ય અધિકારીનું માનવું છે કે કોરોના વાયરસ માનવીના શરીરની અંદર એવી જગ્યાએ છુપાઈ જાય છે, જેની ઓળખ કરવી મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ કોરિયામાં સંક્રમિત લોકોની સંખ્યા લગભગ 10 હજાર 300 છે. તો બીજી તરફ 192 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. જો કે ડેગુ વિસ્તારમાં સંક્રમણ સૌથી વધારે છે.. સાઉથ કોરિયાના સેન્ટર ફોર ડિજીજ કન્ટ્રોલનું કહેવું છે કે, એવો અંદાજ છે કે, દર્દી બીજી વખત સંક્રમિત થયો નથી, પરંતુ વાયરસ ફરીથી શરીરમાં એક્ટિવ થઈ ગયો છે.. જો કે બ્રિટિશ એક્સપર્ટનું કહેવું છે કે, અત્યાર સુધીમાં એવા સબૂત મળ્યા નથી, જેથી સાબિત થઈ શકે કે, દર્દીના શરીરના શરીરની અંદર વાયરસ બીજી વાર એક્ટિવ થઈ શકે છે.

બ્રિટેનના ઈસ્ટ એન્ગલિયા યુનિવર્સીટીમાં સંક્રમિત રોગમાં પ્રોફેસર પોવ હંટરે કહ્યું કે, હું માનું છું કે દર્દી બીજી વખત સંક્રમિત થયા નથી પરંતુ હું એ પણ નથી વિચારી રહ્યો કે, વાયરસ બીજી વખત એક્ટિવ થઈ ગયો છે.. મને લાગે છે કે, પહેલા તેમની તપાસ રિપોર્ટમાં ભૂલથી નેગેટિવ રિઝલ્ટ આવ્યો હશે.. તેઓએ વધુમાં કહ્યું કે- પારંપરીક રીતે કોરોના વાયરસના જે ટેસ્ટ કરવામાં આવે છે તેમાંથી 20થી 30 ટકા સંભાવના ખોટા પરિણામ આપવાની હોય છે.. કોરન્ટાઈનમાંથી છોડ્યા સમયે સાઉથ કોરિયમાં જે ટેસ્ટ બાદ રિઝલ્ટ નેગેટીવ આવ્યા છે તે યોગ્ય નહીં હોય.. હકીકતમાં તે સમયે પણ દર્દી સંક્રમિત રહ્યા હશે. કોરિયાના સેન્ટર ફઓર ડિજીજ કંન્ટ્રોલ એન્ડ પ્રીંવેંશનના ડાયરેકટર જનરલ ઈઉન કિઓંગનું કહેવું છે કે, ડેગુમાં આ મામલાઓની તપાસ માટે એક ટીમ મોકલવામાં આવશે જે પહેલા જાપાનના પણ એક્સપર્ટે ચિંતા બતાવતા કહ્યું હતું કે દર્દી બીજી વખત સંક્રમિત થઈ શકે છે કારણ કે ત્યાં પણ એક મહિલા અને એક પુરષને બીજી વખત સંક્રમિત હોવાની વાત સામે આવી હતી. લીડ્સ યુનિવર્સીટીમાં પ્રોફેસર વાયરોલોજીના પ્રોફેસર માર્ક હેરીસે કહ્યું હતું કે- દર્દીઓ બીજી વખત પોઝિટિવ મળી આવવાની રિપોર્ટ ચિંતા જનક છે. તેમણે કહ્યું કે, તેની સંભાવના ઓછી છે કે દર્દી ફરીથી સંક્રમિત થયા હશે કારણ કે પ્રથમ વખત તેઓ ઈમ્યૂન રેસ્પોન્સ ડેવલપ કરી લેતા હોય છે. પ્રોફેસર માર્ક હેરિસનું કહેવું છે કે બીજી સંભાવના છે કે રિપોર્ય નેગેટીવ આવ્યાના સમયમાં હકીકતમાં દર્દી સંક્રમણ મુક્ત થયો નહીં હોય. જો કે જાણકારોનું કહેવું છે કે- આ પ્રકારના મામલાઓ અપવાદ રીતે સામે આવતા હોય છે.

મંતવ્ય ન્યૂઝતમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહોસતર્ક રહોસુરક્ષિત રહો. દેશદુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લોમંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #ભારતમાંકોરોના #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.