Not Set/ મેજર શહીદની પત્નીએ આર્મીમાં જોડાઈને આપી પોતાના પતિને શ્રધાંજલિ

કોઈ વ્યક્તિ જયારે આર્મીમાં જોડાય છે ત્યારે તેના જીવનનું એક માત્ર ધ્યેય દેશની સેવા કરવાનું હોય છે પછી ભલે  તે માટે તેને પોતાનો જીવ ન્યોછાવર કરી દેવો પડે તો પણ તેની પરવાહ કરતો નથી. ૩૧ વર્ષીય શહીદ મેજરના પત્નીએ  પોતાની પાસે વકીલાતની ડિગ્રી હોવા છતાં આર્મીમાં જોડાઈને તેમના પતિને શ્રધાંજલિ આપવાનું નક્કી કર્યું. ઇન્ડિયન આર્મીના […]

India
4dbfbb6e f472 11e7 b42e 2d533d154b0f મેજર શહીદની પત્નીએ આર્મીમાં જોડાઈને આપી પોતાના પતિને શ્રધાંજલિ

કોઈ વ્યક્તિ જયારે આર્મીમાં જોડાય છે ત્યારે તેના જીવનનું એક માત્ર ધ્યેય દેશની સેવા કરવાનું હોય છે પછી ભલે  તે માટે તેને પોતાનો જીવ ન્યોછાવર કરી દેવો પડે તો પણ તેની પરવાહ કરતો નથી. ૩૧ વર્ષીય શહીદ મેજરના પત્નીએ  પોતાની પાસે વકીલાતની ડિગ્રી હોવા છતાં આર્મીમાં જોડાઈને તેમના પતિને શ્રધાંજલિ આપવાનું નક્કી કર્યું. ઇન્ડિયન આર્મીના ૩૧ વર્ષીય મેજર પ્રસાદ મહાડીકે અરુણાચલ પ્રદેશમાં ઇન્ડો-ચાઇના બોર્ડર પર તવાંગ સેકટરમાં ૩૦ ડિસેમ્બરે આગમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નવેમ્બર ર૦૧૬થી મેજર પ્રસાદનું પોસ્ટિંગ અરુણાચલ બોર્ડર પરના તવાંગ સેકટરમાં હતું. તેમના હાથ નીચે ૩૦,૦૦૦ જવાનોની ફોજ હતી.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાંમાં તાપમાન ઝીરો ડિગ્રી હોવાથી સતત હિટરનો ઉપયોગ કરવો પડે છે. જયારે લાઇટ ન હોય ત્યારે હિટર માટે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે. ૩૦ ડિસેમ્બરે સવારે ૬-૩૦ વાગ્યે તેમણે પોતાની બટાલિયનને પેટ્રોલિંગના આદેશ આપ્યા ત્યારે કેરોસીન જમીન પર ઢોળાતાં તંબુમાં આગ લાગી હતી તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.તવાંગ સેકટરના જે લશ્કરી તંબુમાં આગ ફાટી નીકળી તેમાં મેજર પણ હતા.

ગૌરી વરલીમાં આવેલી એક રેપ્યુટેડ લો ફર્મમાં કામ કરે છે. તેણે ઇન્ડો-જર્મન ચેમ્બર ઓફ કોમર્સમાં કંપની સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી છે. સારી નોકરી અને કમ્ફર્ટેબલ લાઇફ હોવા છતાં પણ ગૌરીની ઇચ્છા છે કે તે ઇન્ડિયન આર્મીમાં જોડાઇને દેશની સેવા કરે.

પત્નીના આ નિર્ણયમાં તેના પરિવારજનોએ પણ સહમતી આપી છે. ગૌરી મહાડીક દેશ સેવા માટે પોતાની આરામદાયક જિંદગીને છોડવા રાજી થઇ તે ખરેખર ગર્વની વાત છે. મેજરના પરિવારમાં માતા-પિતા, પત્ની અને નાની બહેન છે. બહેન સોફટવેર એન્જિનિયર છે.

ગૌરી કહે છે કે મારી કવોલિફિકેશન અને ઇન્ડિયન આર્મીના કાયદા પ્રમાણે ઇન્ટરવ્યૂ અને મેડિકલ તેમજ અન્ય ટેસ્ટ આપીને મને જે કામ મળશે તે હું કરીશ. મારું ઇન્ડિયન આર્મીમાં જોડાવું મારા શહીદ પતિને સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. મારા પતિની દેશ માટે ઘણું બધું કરવાની ઇચ્છા હતી. તેમની ઇચ્છા હવે હું પૂર્ણ કરીશ.