Auto Driver/ પિતાની મરજી વિરૃધ્ધ લગ્ન તો કર્યા પણ પતિની આર્થિક નબળાઈએ પત્નીને રિક્ષાચાલક બનાવી

25 વર્ષથી રિક્ષા ચલાવતી મહિલા વિદ્યાર્થીઓ,મહિલાઓ અને દર્દીઓને મફતમાં રિક્ષામાં લઈ જાય છે

Top Stories India
Beginners guide to 2024 04 10T130648.732 પિતાની મરજી વિરૃધ્ધ લગ્ન તો કર્યા પણ પતિની આર્થિક નબળાઈએ પત્નીને રિક્ષાચાલક બનાવી

Chennai News : જ્યાં હું રહું છું એ મારૂ બીજુ ઘર છે. પહેલુ ઘર તો મારી રિક્ષા છે. જેને હુ 25 વર્ષથી ચલાવી રહી છું. ફ્રીમા મહિલાઓ, દર્દીઓ અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓની મદદ કરૂ છું.

હું તામિલનાડુની રાજધાની ચેન્નાઈના એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર છું. એક મહિલાની રિક્ષામાં બેસું છું. જેનું નામ છે રાજી અશોક. રાજી પેસેન્જર સાથે હિન્દી, તમિલ અને અંગ્રેજી મિક્સ ભાષામાં  વાત કરે છે. તેને ચેન્નાઈમાં લોકો અક્કા (મોટી બહેન) કહીને બોલાવે છે. તેની રિક્ષામાં એક પાણીની બોટલ અને ફર્સ્ટ એડ કિટ મોજુ હોય છે. રાજી કહે છે તે બાળકો માટે ચોકલેટ અને બિસ્કિટ પણ રાખે છે.

ખાખી ડ્રેસમાં સજ્જ રાજીની ઉમર 52 વર્ષ છે. હું જે કામ કરૂ છું તેનાથી મને સંતોષ મળે છે. જો તમે તમારા કામથી ખુશ છો તો ચહેરા પણ તણાવ શેનો. 25 વર્ષ પહેલા ઓટો ચલાવતી હતી આજે પણ રિક્ષા જ ચલાવું છું. 25 વર્ષથી ચેન્નાઈમાં રહેતી રાજી દરેક મહોલ્લા, શેરી અને રોડ અને રિક્ષાચાલકોથી પરિચીત છે.

પિતાનો કેટરિંગનો વ્યવસાય છે. સારી ફેમીલી છે. પોતાની સંસ્કૃતિ, કલ્ચર સાથે ભણી ગણી હતી. 12 માં પછી બેચરલમાં એડમિશન લીધુ હતું. ત્ સમયે અશોક નામના યુવક સાથે મારી ઓળખ થઈ. રાજી સે 30 વર્ષ જનો એક ફોટો હતો જેમાં તેણે અશોક સાથે લવ મેરેજ કર્યા હતા તેની આ તસવીર હતી. અશોક પણ ઓટો ચલાવતો હતો. મારો પરિવાર પડોશી તમામ લોકો આ લગ્નથી વિરૃધ્ધમાં હતા. તમામ લોકોએ રાજી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધુ હતું. બાદમાં રાજી સામિલનાડુના કોઈમ્બતુરમાં રહેવા આવી ગઈ. આથી તેનો અભ્યાસ બંધ થઈ ગયો. ધરની હાલત ઠીક નહોતી.

1998ની વાત છે. કોઈમ્બતુરમાં બોમ્બ બ્લાસ્ટ થયો. 65 થી વધુ લોકો માર્યા ગયા. મારા ઘરમાં તો કોઈ ઘટના ના ઘટી પણ આજુબાજુમાં લાશો વિખરાયેલી પડી હતી. લોકોના શરીરના ચીંથડા ઉડી ગયા હતા. કોઈએ માંસને જમીન પર વેરવિખેર કરી નાંખ્યું હોય તેવો માહોલ હતો. આવી હાલતને પગલે પતિની ઓટો રિક્ષાના પૈડા થંભી ગયા. તે સમયે રાજી ફેક્ટરીમાં કામ કરતી હતી. કોઈમ્બતુર ઈન્ડસ્ટ્રિયલ વિસ્તાર છે. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારબાદ બહારના કોઈ વેપારીઓ બહારથી આવ્યા જ નહી. બીજા લોકો પણ બહાર નીકળતા ન હતા. આવા સમયે ઓટો ચાલે કેવી રીતે. જેને કારણે ઘરમાં આર્થિક તંગી ઉભી થઈ.

રાજી ચેન્નાઈ કેમ ગઈ તે અંગે કહે છે કે 1998ની ઘટનાએ મારા મગજ પર ખૂબ અસર કરી હતી. બસ એ જ દ્રશ્યો નજર સામે આવતા હતા. તે સમયે અમારી આર્થિક હાલત એટલી ખરાબ થઈ ગઈ કે જ્યાં અમે રહેતા હતા ત્યાંતી તમામ સામાન છોડીને ભાગી જવું પડ્યું. રોજગાર તો હતો નહી એટલે લોકોની મદદથી થોડા દિવસ ગાડુ ચાલ્યું પણ લોકો કેટલા દિવસ મફતમાં બધુ આપે. મકાનનું ભાડુ આપવાના પૈસા ન હતા. બધે ઉધાર થઈ ગયું હતું. મકાન માલિક ભાડુ ન હોય તો મકાન ખાલી કરો કહેતો હતો. અમે મિયા બીબી બાળકોને લઈને ચેન્નાઈ આવી ગયા. દિકરો એક વર્ષનો માંડ હતો. ચેન્નાઈમાં પતિ ફરી રિક્ષા ચલાવવા લાગ્યા. જોકે એટલા પૈસા મળતા ન હતા કે ઘર ચાલી શકે. એવા વિસ્તારમાં રહેવું પડતું હતું કે લાઈટ પાણી વગર ચલાવવું પડતું હતું.

પતિની કમાણીથી ઘર ચલાવવામાં તકલીફ પડતા મેં રિક્ષા શીખવાનું શરૂ કર્યું. પાંચ વર્ષની દિકરી અને એક વર્ષના દિકરાને ઘરે છોડીને રાજી જતી હતી. રાજીએ રિક્ષા શીખી લીધી. જોકે લાયસન્સ લેવામાં તકલીફ શરૂ થઈ. ચેન્નાઈમાં ફક્ત 200 મહિલા રિક્ષાચાલક છે. તે સમયે રાજીએ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું.

રાજી રિક્ષા ચલાવી રહી હતી. તે એમજીઆર ચેન્નાઈ રેલવે સ્ટેશન પર ઓટો સ્ટેન્ડ પર ઉભી હતી. રાતના 10-11 વાગ્યા હશે. એક મહિલા તેના બાળક સાથે બહાર આવી. રિક્ષાવાળા તેની પાસે વધુ ભાડુ માંગતા હતા. તે એચલા પેસા ખર્ચવા અસમર્થ હતી. રાજીએ તેને ફ્રીમાં તેના ઘરે પહોંચાડી દીધી. ઘરે પહોંચતા આ મહિલા રાજીના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપવા લાગી. ત્યારે મને લાગ્યું કે જીવનની અસલી મઝા તો આ છે.ત્યારથી રાજી આખો દિવસ રિક્ષા ચલાવીને ઘરે જતી ત્યારે કોઈને કોઈ મહિલા પેસેન્જરને ફ્રીમાં ઘરે છોડી દેતી હતી.

રાત્રે રિક્ષા ચાલકો વધુ ભાડુ માંગતા હતા. તે લોકો મફતમાં પેસેન્જરને લઈ જાય ત્યારે રાજીને તેમનું નુકશાન કરતા હોવાની ફરિયાદ પણ કરવા લાગ્યા. જોકે રાજીનો ઈરાદો ક્યારેય ન બદલાયો. સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે પણ એટલા પૈસા નથી હોતા. રાજીએ આ વિદ્યાર્થીઓને પણ ફ્રીમાં સ્કૂલે મુકવાનું શરૂ કર્યું. આજે પણ રાજી સરકારી સકૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા નથી લેતી.

ગરીબી દૂર કરવા રિક્ષા ચલાવનારી રાજીને જ્યારે પુછવામાં આવ્યું કે આવું કેમ ત્યારે તે હસવા લાગી. શરૂઆતમાં લાગતું હતું કે દિકરા દિકરીના ભિષ્ય માટે રિક્ષા ચલાવું છું. પણ જ્યારે લોકોની મદદ કરવાનું શરૂ કર્યું ત્યારથી પહેલા કરતા વધુ કમાણી થવા લાગી. આ જ પૈસાથી રાજી એનજીઓ ચલાવે છે. જેમાં તે અનાથ બાળકોને ભણાવે છે.

રાજીનું કહેવું છે જ્યારે તેણે લવ મેરેજ કર્યા ત્યારે ગામ અને પરિવારજનો વિરૂધ્ધમાં હતા. આજે ગામ જાઉં ત્યારે લોકો મને સેલીબ્રિટીની જેમ મલવા આવે છે. બન્ને બાળકો હવે સેટલ થઈ ગયા છે. ખાનગી કંપનીમાં જોબ કરે છે.હવે તો રાજી નાની બની ગઈ છે.

રાજી દર્દીઓને પણ હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરાવે છે. કદાચ તેને કારણે જ રાજી 52 વર્ષ થવા છતા થાકતી નથી. રજા પણ નથી લેતી.રાજીએ ફરીથી બેચલરમાં એડમિશન લીધું છે. જે અભ્ય છુટી ગયો હતો તે હવે રાજી પૂરો કરવા માંગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Lok Sabha Election 2024/અમિત શાહ આજે બિહારમાં ગર્જના કરશે, ઔરંગાબાદમાં જનસભાને સંબોધશે

આ પણ વાંચો:Lok Sabha Election 2024/આજે PM મોદી MK સ્ટાલિનના ગઢમાં જનસભા સબોધશે, તમિલનાડુના વેલ્લોરમાં રેલી કરશે; મજબૂત સુરક્ષા વ્યવસ્થા

આ પણ વાંચો:Aarvind Kejriwal/‘જેલના પોતાના નિયમો છે…’, સંજય સિંહ અને ભગવંત માનને તિહારમાં કેજરીવાલને મળવા દેવાયા નહોતા