Not Set/ પાટણ: વિધવા પેન્શન અપાવવાના બહાને 4 મહિલાઓને

પાટણ પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં એક અજાણી મહિલા 3 મહિલાઓને રૂપિયા 2500ની વિધવા પેન્શન અને એકને નોકરી અપાવવાનું કહીને 4 ગૃહિણીઓને ઉંઝામાં મામલતદાર કચેરી પાસે લઇ ગઈ હતી અને તેમના દાગીના એક થેલીમાં મુકાવી કંઇક સુંઘાડીને તેમની દાગીના ભરેલ થેલી લઈને પલાયન થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં આ મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી..જેથી પોલીસે […]

Top Stories
aag 6 પાટણ: વિધવા પેન્શન અપાવવાના બહાને 4 મહિલાઓને

પાટણ

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં એક અજાણી મહિલા 3 મહિલાઓને રૂપિયા 2500ની વિધવા પેન્શન અને એકને નોકરી અપાવવાનું કહીને 4 ગૃહિણીઓને ઉંઝામાં મામલતદાર કચેરી પાસે લઇ ગઈ હતી અને તેમના દાગીના એક થેલીમાં મુકાવી કંઇક સુંઘાડીને તેમની દાગીના ભરેલ થેલી લઈને પલાયન થઈ ગઈ હતી.

પોલીસ તપાસમાં આ મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી..જેથી પોલીસે આ મહિલાનો સ્ક્રેચ જાહેર કરીને તપાસ હાથ ધરી છે. સિદ્ધપુર પોલીસ દ્વારા ભોગ બનનાર મહિલાઓ સાથે સ્થળ અને સ્થિતિની તપાસ હાથ ધરી હતી.

જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજો દ્વારા જાણવા મળ્યું હતું કે, ભોગ બનનારી મહિલાઓ લૂંટ કરનાર મહિલા સાથે બુધવારે બપોરના સમયે સિદ્ધપુર શહેરના અલવાના ચકલા પાસેથી એક રિક્ષામાં બેઠી હતી અને આ રીક્ષા છુંવાળાફળી પાસે જૈનદેરાસર મંદિર પાસે આવીને ઉભી રહી હતી અને ત્યાં એક મિનિટ માટે આ મહિલા રિક્ષામાંથી ઉતરી હતી અને ત્યાંથી પ્રજાપતિ સીતાબેન ઈશ્વરભાઈને બેસાડી રીક્ષા ઉંઝા તરફ લઇ જવાઈ હતી.

જયારે ઉંઝામાં સીસીટીવી ફૂટેજની તપાસ કરાતા આ લૂંટ કરનાર મહિલાએ રીક્ષા ગાંધીચોક ખાતે ઉભી રાખી હતી અને ત્યાં બધાને ઉતારીને નીચે બેસાડી હું સાહેબને મળીને આવું છું તેમ કહીને જતી રહી હતી.

ત્યાર બાદ આ મહિલા પરત આવી હતી અને તમામ 6 જેટલી મહિલાઓને લઇને મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. જોકે આ તમામ ગતિવિધિઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાથી સિદ્ધપુર પોલીસે તમામ ફૂટેજો મેળવી લૂંટ કરનાર 32 વર્ષીય અજાણી મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.