Not Set/ ન મનાય, પુરુષો કરતાં મહિલો વધારે બીઝી રહે છે, નવરાશનો સમય જ નથી રહેતો

ઘણાં પુરષો એવું માનતાં હોય છે કે, તે આખો દિવસ કામ કરતાં હોય છે અને ઘરમાં સ્ત્રીઓ આખો દિવસ આરામ કરતાં પસાર કરી નાખે છે, પણ હકીકતમાં સૌથી વધારે નવરાશનો સમય પુરષો જ પાસે જ હોય છે. જયારે સ્ત્રીઓ પાસે નવરાશનો સમય રહેતો જ નથી. એક સર્વેમાં ખુલાસો થયો છે કે પુરુષો પાસે સપ્તાહમાં સરેરાશ […]

Health & Fitness
XENRGYyvTlKdOmctYP5 eA ilustra n foto ન મનાય, પુરુષો કરતાં મહિલો વધારે બીઝી રહે છે, નવરાશનો સમય જ નથી રહેતો

ઘણાં પુરષો એવું માનતાં હોય છે કે, તે આખો દિવસ કામ કરતાં હોય છે અને ઘરમાં સ્ત્રીઓ આખો દિવસ આરામ કરતાં પસાર કરી નાખે છે, પણ હકીકતમાં સૌથી વધારે નવરાશનો સમય પુરષો જ પાસે જ હોય છે. જયારે સ્ત્રીઓ પાસે નવરાશનો સમય રહેતો જ નથી.

એક સર્વેમાં ખુલાસો થયો છે કે પુરુષો પાસે સપ્તાહમાં સરેરાશ ૪૩ કલાક ફાજલ સમય હોય છે. જેનો ઉપયોગ તેઓ પોતાની રીતે આનંદ પ્રમોદ માટે કરતા હોય છે. જ્યારે મહિલાઓને જે ફાજલ સમય મળે છે તે પુરુષો કરતા ૫ કલાક ઓછો છે.

ઓએનએસના રીપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ ૨૦૧૫માં મહિલાઓને સપ્તાહમાં સરેરાશ ૩૮ કલાક ફાજલ સમય મળતો હતો. જે દરમિયાન તેઓ આરામ અથવા સામાજિક કાર્યો કરવાનુ પસંદ કરે છે. રીપોર્ટનુ માનીએ પુરુષોની તુલનામાં મહિલાઓ પાસે ફાજલ સમય ઓછો હોય છે. કારણકે તેમને ઘરના કામમાં વ્યસ્ત રહેવુ પડે છે. ઓએનએસના રીપોર્ટમાં એ પણ દર્શાવાયુ છે કે વર્ષ ૨૦૦૦થી લઈને અત્યાર સુધી પુરુષોના ફાજલ સમયમાં સતત વધારો થઈ રહ્યો છે.

જ્યારે મહિલાઓના ફાજલ સમયમાં ઘટાડો થઈ રહ્યો છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે મહિલાઓના માથે ઘર અને બાળકોના સાર-સંભાળની પણ જવાબદારી હોય છે, જે બદલ તેમને કોઈ વેતન પણ મળતુ નથી. સર્વેમાં સામે આવ્યુ છે કે વૃદ્ધો પાસે સૌથી વધુ ફાજલ સમય હોય છે.

૨૫થી ૩૪ વર્ષની ઉંમર ધરાવતા લોકો પાસે સૌથી ઓછો ફાજલ સમય હોય છે.  જ્યારે ૬૫થી વધુ ઉંમર ધરાવતા લોકો પાસે ફાજલ સમય સૌથી વધારે હોય છે. જ્યારે ૧૬થી ૨૪ વર્ષની ઉંમરના યુવકો પોતાને મળતા ફાજલ સમયનો સૌથી વધુ આનંદ લેતા હોય છે. કારણકે આ દરમિયાન મોટાભાગના લોકો સ્ટુડન્ટ લાઈફમાંથી પસાર થતા હોય છે અને તેમના પર કોઈ ખાસ જવાબદારી પણ હોતી નથી.