Helth/ નાની ઉંમરે તમને પણ થાય છે આ સમસ્યાઓ તો ડોક્ટરની સલાહ લેવી છે અનિવાર્ય

આરોગ્યનું સારી રીતે ધ્યાન રાખવામાંના આવે તો નાની ઉંમરે જ ઘણી બિમારીને અજાણતા જ નોતરી દઇએ છીએ, હકીકતમાં જે સમસ્યાઓ ચાલીસ વર્ષ પછી થતી હોય છે, હવે અસ્વસ્થ જીવનશૈલીને કારણે નાની ઉંમરે થવા લાગી છે

Health & Fitness Lifestyle
1 54 નાની ઉંમરે તમને પણ થાય છે આ સમસ્યાઓ તો ડોક્ટરની સલાહ લેવી છે અનિવાર્ય

નાની ઉંમરે તમને પણ થાય છે આ સમસ્યાઓ તો ડોક્ટરની સલાહ લેવી છે અનિવાર્ય છે. આરોગ્યનું સારી રીતે ધ્યાન રાખવામાંના આવે તો નાની ઉંમરે જ ઘણી બિમારીને અજાણતા જ નોતરી દઇએ છીએ. હકીકતમાં જે સમસ્યાઓ ચાલીસ વર્ષ પછી થતી હોય છે. હવે અસ્વસ્થ જીવનશૈલીને કારણે નાની ઉંમરે થવા લાગી છે. હાઈ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ વધારે છે. પહેલા આવી સમસ્યાઓ 40 વર્ષની ઉંમર પછી થતી હતી, પરંતુ હવે યુવાનો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

વર્તમાન સમયમાં જંકફૂડ અને બહારની ખાણી-પીણીને કારણે લોકોને હૃદયની સમસ્યાઓ, મગજની સમસ્યાઓ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક સમસ્યાઓ સામે લડવુ પડે છે. અહીં વાત કરવી છે કોલેસ્ટ્રોલ વિશે, વધતું કોલેસ્ટ્રોલ યુવાનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં જો 25 થી 35 વર્ષના યુવાનોમાં કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણો જોવા મળે તો સાવધાન થવાની જરૂર છે.

હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણો

આંખો પર પીળાશઃ વ્યક્તિની આંખોની ઉપર પીળાશ દેખાય છે, તો તે કોલેસ્ટ્રોલ વધવાનું લક્ષણ પણ હોઈ શકે છે. લોહીમાં ચરબીનું પ્રમાણ વધે ત્યારે આવું થાય છે.

બેચેની અને પરસેવોઃ જ્યારે કોઈ વ્યક્તિ બેચેની અનુભવે છે અને પરસેવો થાય છે, ત્યારે તે કોલેસ્ટ્રોલ વધવાનું લક્ષણ પણ હોઈ શકે છે. જ્યારે પૂરતા પ્રમાણમાં લોહી હૃદય સુધી પહોંચતું નથી અને હૃદય ઓછું લોહી પમ્પ કરવાનું શરૂ કરે છે, ત્યારે બેચેની, પરસેવો જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

પગમાં કળતરઃ વ્યક્તિને હાથ-પગમાં કળતર હોય અથવા કીડીના ડંખ મારે તેવું લાગે તો તે કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણ હોઈ શકે છે. જ્યારે ઓક્સિજનયુક્ત રક્ત અંગો સુધી પહોંચતું નથી ત્યારે આવું થાય છે. પછી તે ભાગોમાં કળતર જોવા મળે છે.

શરીરમાં દુખાવોઃ વ્યક્તિ ગરદન, જડબા, પેટ અને પીઠમાં દુખાવો અનુભવે છે, તો તે કોલેસ્ટ્રોલ વધવાનું પણ લક્ષણ હોઈ શકે છે.

આ પ્રકારના કોઇ પણ લક્ષણો જોવા મળે તો તેની અવગણા કરવી હિતાવહ નથી. સામાન્ય રીતે લોકો કોલેસ્ટ્રોલના લક્ષણોને સામાન્ય માનીને તેની અવગણના કરે છે. પરંતુ તેના કારણે વ્યક્તિને અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં સમયસર સારવાર કરાવવી અનિવાર્ય છે.