Not Set/ સ્વાસ્થ્ય/ સવારે ખાલી પેટે પીવો પાણી અને જોવો પછી તેના ચમત્કાર

પાણી માટે કહેવાયુ છે ને કે, જલ એજ જીવન, બીલકુલ બરોબર જ કહેવામાં આવ્યું છે. પાણી સારા સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે ખાલી પેટે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે […]

Health & Fitness Lifestyle
water સ્વાસ્થ્ય/ સવારે ખાલી પેટે પીવો પાણી અને જોવો પછી તેના ચમત્કાર

પાણી માટે કહેવાયુ છે ને કે, જલ એજ જીવન, બીલકુલ બરોબર જ કહેવામાં આવ્યું છે. પાણી સારા સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે ખાલી પેટે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે. શું તમે એ વાત જાણો છો કે, જો તમે સવારના સવારમાં રોજ ખાલી પેટે 4 ગ્લાસ એટલે કે એક લીટર પાણી પીવો તો તમે આજીવન અનેક બીમારીઓથી બચીને આરોગ્યવર્ધક જીવન જીવી શકો છો. આનાથી તમારું પાચનતંત્ર એકદમ દુરસ્ત રહે છે. અને મોટા ભાગની બીમારીઓ આપણા પેટમાંથી જ જન્મ લેતી હોય છે. જેથી જો સવારે પથારી છોડતા જ તમે ખાલી પેટે પાણી પીશો તો તમે આ તંદુરસ્તીને પોતાની પાસે રાખી શકશો.

રોજ સવારે ખાલી પેટે પાણી પીવું તે વોટર ટ્રિટમેન્ટ થેરેપી કહેવાય છે. પાણી પીવાના એક કલાક પહેલાં અને એક કલાક બાદ સુધી કંઈપણ ખાવું પીવું ન જોઈએ. એમાં પણ ખાસ કરીને ખોરાક તો ભુલથી પણ ખાવો ન જોઈએ. શરૂઆતમાં આટલું પાણી પીવામાં તમને પરેશાની થશે જેના માટે બે ગ્લાસ પાણી પીને થોડીક મિનિટ રોકાઈ જવું પછી અન્ય બે ગ્લાસ પાણી પીવું આમ ધીરે-ધીરે તમને આદત પડી જશે. જ્યારે તમે આ થેરેપીની શરૂઆત કરશો તો તમને એક કલાકમાં બેથી ત્રણવાર પેશાબ માટે જવું પડશે. પરંતુ થોડાક દિવસ બાદ શરીર તેનાથી ટેવાઈ જશે અને પછી આ સમસ્યા પણ દૂર થઈ જશે.
ત્વચા ચમકદાર બનાવશે

કહેવાય છે કે પાણી તમારા લોહીના ઘાતક તત્વોને બહાર કાઢે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે.

નવી કોશિકાઓ બનશે
સવારે સૌથી પહેલા પાણી પીવાથી માંસપેશીયો અને નવી કોશિકાઓનું નિર્માણ થાય છે.
 
વજન ઘટાડે
જ્યારે તમે સવારે પાણી પીવો છો ત્યારે તમારા શરીરનું મેટાબોલિજ્મ 24% સુધી વધી જાય છે જેનાથી તમે જલ્દી જ વેઈટ ઓછુ કરી શકો છો.
 
પેટ સાફ રાખે
સવારે કશુ પણ ખાતા પહેલા જો તમે પેટ ભરીને પાણી પીવો છો તો તમારુ પેટ સારી રીતે સાફ થશે જેના કારણે તમારું શરીર પોષક તત્વને સહેલાઈથી ગ્રહણ કરી શકશે.
 
બીમારીઓ દૂર કરે
પાણી પીવાથી ગળાની બીમારી, માસિક ધર્મ, કેન્સર, આંખોની બીમારી, ડાયેરિયા, પેશાબ સંબંધિત બીમારી, કિડની, ટીબી, ગઠિયા, માથાનો દુખાવો જેવી બીમારીઓ શરીરમાં દૂર થઈ જશે.
 
તમારી ભૂખ વધારે
સવારે પાણી પીને જ્યારે તમારુ પેટ સાફ થઈ જાય છે ત્યારે તમને ભૂખ વધારે લાગે છે. જેનાથી તમે સવારે સારો બ્રેકફાસ્ટ કરી શકો છો.
 
લોહી બનાવે
ખાલી પેટ પાણી પીવાથી રેડ બ્લડ સેલ્સ જલ્દી જલ્દી વધવા માંડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.