Not Set/ રેસીપી: આ રીતે ઘરે બનાવો સાંભર મસાલા પાવડર

સામગ્રી 1 ટીસ્પૂન તેલ 1 ટેબલસ્પૂન ચણાની દાળ 1 ટેબલસ્પૂન તુવરની દાળ 1 ટેબલસ્પૂન અડદની દાળ 1 ટીસ્પૂન મેથીના દાણા 1 ટેબલસ્પૂન આખા ધાણા 8 આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં 1 ટીસ્પૂન હળદર 1/4 ટીસ્પૂન હીંગ 15 થી 20 કડી પત્તા બનાવવાની રીત એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી બધી વસ્તુઓ મિક્સ કરી લો પછી તેને  ધીમા તાપ પર 3 થી 4 મિનિટ સુધી અથવા […]

Lifestyle

સામગ્રી

1 ટીસ્પૂન તેલ
1 ટેબલસ્પૂન ચણાની દાળ
1 ટેબલસ્પૂન તુવરની દાળ
1 ટેબલસ્પૂન અડદની દાળ
1 ટીસ્પૂન મેથીના દાણા
1 ટેબલસ્પૂન આખા ધાણા
8 આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં
1 ટીસ્પૂન હળદર
1/4 ટીસ્પૂન હીંગ
15 થી 20 કડી પત્તા

બનાવવાની રીત

એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી બધી વસ્તુઓ મિક્સ કરી લો પછી તેને  ધીમા તાપ પર 3 થી 4 મિનિટ સુધી અથવા બધી દાળ થોડી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો.

હવે તેને ઠંડું થવા માટે બાજુ પર મૂકી રાખો. પછી જ્યારે તે સંપૂર્ણ ઠંડું થાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર તૈયાર કરી લો.

તેને હવાબંધ પાત્રમાં મૂકી રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.