Not Set/ રેસીપી: શિયાળામાં ઘરે બનાવો આમળાનો મુરબ્બો અને રહો તાજામાજા

સામગ્રી આમળાનો મુરબ્બો ની રેસીપી બનાવવા માટે 20 આમળા 2 1/2 કપ સાકર 1/2 ટીસ્પૂન એલચી પાવડર થોડા કેસરના રેસા બનાવવાની રીત આમળાનો મુરબ્બો બનાવવા માટે પહેલા આમળાને બહુ સારી રીતે ધોઇ લો પછી તેના પર ફોર્ક વડે થોડા-થોડા અતંરે કાંપા પાડી લો હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને ઊંચા તાપ પર 10 મિનિટ સુધી […]

Lifestyle

સામગ્રી

આમળાનો મુરબ્બો ની રેસીપી બનાવવા માટે
20 આમળા
2 1/2 કપ સાકર
1/2 ટીસ્પૂન એલચી પાવડર
થોડા કેસરના રેસા

બનાવવાની રીત

આમળાનો મુરબ્બો બનાવવા માટે પહેલા આમળાને બહુ સારી રીતે ધોઇ લો પછી તેના પર ફોર્ક વડે થોડા-થોડા અતંરે કાંપા પાડી લો

હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને ઊંચા તાપ પર 10 મિનિટ સુધી બાફી લીધા પછી નીતારવા માટે બાજુ પર મૂકી દો.

હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં 3 કપ પાણીમાં સાકર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 8 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં આમળા ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર 30 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી અથવા આમળા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી રાંધી લો. તે પછી પૅનને ઢાંકણ વડે ઢાંકીને આમળા સંપૂર્ણ પરિપકવ થવા માટે 2 દીવસ બાજુ પર રાખો.

બે દીવસ પછી આમળાને ચાસણીમાંથી નીતારીને બન્નેને બાજુ પર રાખો.હવે સીરપને તે જ પૅનમાં નાંખી, તેમાં એલચી પાવડર અને કેસર ઉમેરી, સારી રીતે મિક્સ કરીને ઉંચા તાપ પર 8 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

હવે નીતારીને રાખેલા આમળા ફરીથી આ ચાસણીમાં ઉમેરી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. આમ તૈયાર થયેલા આમળાને સંપૂર્ણ ઠંડા પાડી હવાબંધ બરણીમાં ભરીને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.