Tricks/ આ વસ્તુ ઉપર પડેલા ડાઘા દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાયો

જો કોઈ પણ વસ્તુ ઉપર કાટના કાળા ઘાટા નિશાન લાગી જાય છે, તો તેની આખી સુંદરતાને બગાડી નાખે છે. તેને સાફ કરવું પણ સહેલું કામ નથી

Tips & Tricks Lifestyle
7 14 આ વસ્તુ ઉપર પડેલા ડાઘા દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાયો

જો કોઈ પણ વસ્તુ ઉપર કાટના કાળા ઘાટા નિશાન લાગી જાય છે, તો તેની આખી સુંદરતાને બગાડી નાખે છે. તેને સાફ કરવું પણ સહેલું કામ નથી. ખાસ કરીને કપડા, ફર્નીચર, ટાઈલ્સ અને વાસણ ઉપર લાગેલા જીદ્દી કાટના નિશાન કાઢવા માટે સામાન્ય ધોવાથી કામ નથી ચાલતું. તેના માટે તમારે થોડા વિશેષ ઉપાય અપનાવવા પડે છે. સારી વાત એ છે કે આ ઉપાય સરળ છે અને તેને અપનાવવામાં તમારે પૈસા પણ નહી ખર્ચ કરવા પડે.

વાસણ ઉપર લાગેલા કાટના નિશાન: ઘણી વખત ઘણો સમય ઉપયોગ ન કરવાના કારણે જુના વાસણ ઉપર પણ કાટના નિશાન લાગી જાય છે. તેવા વાસણોને સામાન્ય રીતે ધોવાથી તે નિશાન નથી જતા. તેવામાં તમે થોડા સરળ એવા ઘરેલું નુસખા અપનાવીને કાટના જીદ્દી નિશાનોને દુર કરી શકો છો. લીંબુના રસમાં મીઠું નાખીને તે કપડા ઉપર લગાવીને કાટના ડાઘ ઉપર ઘસો. 5 મિનીટ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. કાટના નિશાન દુર થઇ જશે. તમે લીંબુમાં મીઠાને બદલે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ વાસણ ઉપર લાગેલા કાટના ડાઘ દુર થઇ જશે. બટેટામાં પણ એક અલગ પ્રકારનું એ સીડ હોય છે, જે કાટના નિશાન દુર કરવાની ક્ષમતા ધરાવે છે. તેના માટે તમારે બટેટાને બે ભાગમાં કાપી લેવા જોઈએ અને કાટના નિશાન ઉપર તેને ઘસવું જોઈએ.

ફર્નીચર ઉપર લાગ્યા કાટના નિશાન: આજકાલ લોખંડ માંથી બનેલા ડીઝાઈન વાળા ફર્નીચરનો ટ્રેડ ચાલી રહ્યો છે. તે જોવામાં ઘણા સુદંર લાગે છે, પરંતુ તેની યોગ્ય જાળવણી ન રાખવામાં આવે, તો તે ઘણા જલ્દી ખરાબ પણ થઇ જાય છે. ખાસ કરીને તેમાં કાટના નિશાન લાગી જાય છે, જે ફર્નીચરના લુકને ખરાબ કરવા સાથે સાથે તેની વાપરવાનું આયુષ્ય પણ ઓછું કરી દે છે. તેવામાં લોખંડના ફર્નીચરમાં કાટ લાગે તો તેને વિનેગરથી દુર કરી શકાય છે. આવો અમે તમને જણાવીએ કેવી રીતે? ફર્નીચરના જે ભાગ ઉપર કાટ લાગી ગયો છે, ત્યાં વિનેગર લગાવો અને 24 કલાક માટે તેને લગાવેલા રહેવા દો. 24 કલાક પછી જે સ્થાન ઉપર વિનેગર લગાવ્યા છે, તેને હળવા હાથથી ઘસો અને ભીના કપડાથી લુછી દો. ધ્યાન રાખો તમારે લોખંડના ફર્નીચર ઉપર સીધું પાણી ન નાખવું, તેનાથી વધુ કાટ લાગવાનું જોખમ રહે છે.

કપડા ઉપર લાગેલા કાટના નિશાન: ક્યારે ક્યારે કપડા ઉપર પણ કાટના નિશાન લાગી જાય છે. તેને સામાન્ય ધોવાથી કપડા માંથી નથી દુર થઇ શકતા. તેના માટે તમારે કપડાને ડ્રાઈ ક્લીન કરવા માટે મોકલવા પડે છે. પરંતુ થોડા ઘરગથ્થુ ઉપાય છે, જે અપનાવીને તમે કપડા માંથી કાટના નિશાન દુર કરી શકો છો અને તમારા પૈસા બચી શકે છે. ઉત્તમ પદ્ધતિ છે કે કપડા ઉપર જ્યાં કાટના નિશાન પડી ગયા છે, તેની ઉપર બેકિંગ સોડા અને પાણીમાં ઓગળીને લગાવીને 2 કલાક માટે રહેવા દેવામાં આવે અને પછી તેને હળવા હાથથી ઘસીને ધોઈ લેવામાં આવે. જો આવું 3-4 વખત કરવામાં આવે છે, તો નિશાન દુર થઇ જાય છે. તેની સાથે જ તમે લીંબુ અને વિનેગરનો ઉપયોગ કરીને પણ કપડા માંથી જીદ્દી નિશાન દુર કરવા માટે કરી શકો છો. ઉપરાંત કપડા ઉપર ટુથપેસ્ટ લગાવીને 24 કલાક માટે રહેવા દો અને પછી ડાઘના સ્થાન ઉપર હળવા હાથે ઘસીને પાણીથી ધોઈ લો. 3-4 વખત આ ઉપાય કરવાથી કાટના નિશાન દુર થઇ જાય છે.

ટાઈલ્સ અને માર્બલ ઉપર લાગેલા કાટના નિશાન: ઘણી વખત ફર્શ ઉપર લાગેલી ટાઈલ્સ અને માર્બલ ઉપર પણ કાટના નિશાન લાગી જાય છે. ખાસ કરીને રસોડા અને બાથરૂમના ફ્લોર ઉપર લોખંડની કોઈ વસ્તુ રાખવામાં આવે છે તો તે સ્થાન ઉપર થોડા ઘણા કાટના નિશાન લાગી જ જાય છે. તેને પણ સરળતાથી દુર કરી શકાય છે. તેના માટે તમારે ખાવાના તેલની મદદ લેવી જોઈએ. બે મોટી ચમચી ખાવાનું તેલ લો અને તેને કાટ લાગેલા સ્થાન ઉપર નાખી દો. 10 મિનીટ પછી કોટનના કપડાથી કાટ લાગેલા સ્થાનને ઘસો. હવે તરત ધોવાને બદલે તેને એમ જ 5 મિનીટ માટે રહેવા દો અને પછી પાણીથી સાફ કરી લો. કાટના નિશાન સાફ થઇ જશે.