Not Set/ સંશોધન કહે છે કે થોડો દારૂ પીવો સ્વાસ્થ માટે સારો, જાણો કેવી રીતે

જો તમે નિર્ધારીત માત્રામાં આલ્કોહોલનું સેવન કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં કરવામાં આવેલા એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, બિલકુલ આલ્કોહોલનું સેવન ન કરનાર લોકોની સરખામણીમાં યોગ્ય માત્રામાં આલ્કોહોલનું સેવન કરનાર લોકોને હાર્ટએટેકનો ખતરો ઘટી જતો હોય છે. સંશોધનકર્તાઓએ પ્રયોગ દરમિયાન નોંધ્યું છે કે, એક સપ્તાહ દરમિયાન […]

Health & Fitness Lifestyle
mahiyak સંશોધન કહે છે કે થોડો દારૂ પીવો સ્વાસ્થ માટે સારો, જાણો કેવી રીતે

જો તમે નિર્ધારીત માત્રામાં આલ્કોહોલનું સેવન કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં કરવામાં આવેલા એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, બિલકુલ આલ્કોહોલનું સેવન ન કરનાર લોકોની સરખામણીમાં યોગ્ય માત્રામાં આલ્કોહોલનું સેવન કરનાર લોકોને હાર્ટએટેકનો ખતરો ઘટી જતો હોય છે. સંશોધનકર્તાઓએ પ્રયોગ દરમિયાન નોંધ્યું છે કે, એક સપ્તાહ દરમિયાન ત્રણથી પાંચ પેક આલ્કોહોલનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

संबंधित इमेज

સંશોધનકર્તાઓ પૈકીના એક એવા નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સોશિયલ મેડિસીન વિભાગના પ્રોફેસર ઈમરે જાન્સકીએ જણાવ્યું હતું કે, આલ્કોહોલ વ્યક્તિના શરીરમાં કોલેસ્ટ્રોલનું સંતુલન જાળવી રાખે છે. એક રીતે આલ્કોહોલ હાઈ બ્લડપ્રેશરનું કારણ પણ બને છે. એટલે કે, વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન નુકશાન કરતા છે.

संबंधित इमेज

જો કે, યોગ્ય માત્રામાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઈન્ટરનેશનલ જનરલ ઓફ કાર્ડીયોલોજી તેમજ ઈન્ટરનેશનલ મેડિસીનમાં હૃદયરોગને લઈને પ્રકાશિત કરવામાં આવેલ સંશોધનમાં આલ્કોહોલ અને ગંભીર માયોકાર્ડિયલ ઈન્ફેક્શન વચ્ચેનો સંબંધ દર્શાવાયો છે. બન્ને કિસ્સાઓમાં સંશોધનકર્તાઓએ સ્પષ્ટપણે નોંધ્યુ છે કે, નિયમિત રીતે દારૂનું સેવન કરનાર લોકોનું હૃદય બિલકુલ દારૂ ન પીનાર લોકો કરતા વધુ સ્વસ્થ હોય છે. સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે, પ્રત્યેક સપ્તાહમાં ત્રણથી પાંચ પેક લગાવનાર લોકોને દારૂનું સેવન ન કરનાર લોકોની સરખામણીમાં હાર્ટએટેકનો ખતરો ૩૩ ટકા સુધી ઘટી જતો હોય છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, આ સંશોધનનું તારણ પરંપરાગત માન્યતાથી થોડુ અલગ છે, પરંતુ તેની યથાર્થતા પર સવાલ ઉઠાવી શકાય તેમ નથી.