જુનાગઢના વંથલી તાલુકાના નાદરખી ગામે સ્ટોન ક્ર્સરમાં બ્લાસટ થયો છે. જેમાં 16 લોકોને ગેસની અસર થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
વંથલી તાલુકાનાં નાદરખીગામમાં 16 જેટલા લોકોને ઝેરી ગેસની અસર થતા તંત્ર હરકતમાં આવ્યું છે. પથ્થરની ખાણમાં ટોટાના બ્લાસ્ટ થતા ઝેરી ગેસ ફેલાયો હતો. જેની 16લોકો પર થઇ હતી. તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જુનાગઢના વંથલી તાલુકામાં પથ્થરો કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પથ્થરોને તોડવા માટે ટોટા ફોડવામાં આવતા હોય છે. જો કે આ ટોટા ફોડવા દરમિયાન અચાનક ઝેરી ગેસ ફેલાવાનાં કારણે ખાણમાં કામ કરી રહેલા ખાણીયાઓને ગેસની અસર થઇ હતી. તત્કાલ કામ અટકાવીને ઝેરી ગેસની અસર થઇ હોય તેવા તમામ ખાણીયાઓને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
