આજ રોજ રાજયભરના વિવિધ જીલ્લાની સિવિલ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાથી લોકોમાં ભારે નાસભાગ મચી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા, ત્યારે આગ લાગવાથી હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીના સગાઓમાં ભારે અફરાતફરી મચી હતી. જો કે, એક સમયે સમગ્ર હંગામા મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ કરી હોવાનું માલુમ પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો સાથે જ ઘોડા છૂટી ગયા બાદ, તબેલાને તાળાં મારવા જેવી વાત પણ લોકોના મુખે ચર્ચામાં રહી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજયભરના વિવિધ જીલ્લાની સિવિલ હોસ્પિટલોમાં બુધવારના રોજ આગ લાગવાની ઘટનાઓ બની હતી. વાત કરીએ ગોધરાની, ગોધરાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે પણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, ત્યારે સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. જોકે સિવિલ હોસ્પિટલથી માત્ર થોડા અંતરે આવેલી નગરપાલિકા કચેરીના ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ લાશ્કરો તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગની આ ઘટના મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો,જોકે ગોધરા નગર પાલિકા ફાયર વિભાગ પાસે ફાયર સેફ્ટીની પૂરતી સામગ્રીઓ છે કે કેમ..! અને આગ લાગે ત્યારે તાત્કાલિક કન્ટ્રોલ કરી શકે છે કે કેમ..! અને ફાયર વિભાગ હવે આગની હોનારતને પહોચી વળવા સક્ષમ છે કે કેમ..! આ તમામ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ યોજાઇ હોવાની વાતથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં અન્ય દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે, ત્યારે કોવિડ વોર્ડમાં આગનો બનાવ બને તે દરમ્યાન દર્દીઓને કેવી રીતે સલામત સ્થળે ખસેડવા તે અંગેની કામગીરી કરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં ઘટના સ્થળ પર હાજર સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણે કેવી કામગીરી કરવી તે અંગે પણ સૂચના આપવામાં આવી હતી.તેમજ આજ રોજ રાજયભરમાં વિવિધ જિલ્લા ઓમાં પણ યોજાયેલ મોકડ્રીલ બાબતે ઘોડા છૂટી ગયા બાદ, તબેલાને તાળાં મારવા જેવી વાત પણ લોકોના મુખે ચર્ચામાં રહી હતી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
