દુનિયામાં કોરોનાનો ઉપાડો દિવસે ને દિવસે વધતો નોંધવામાં આવી રહ્યો છે. વિશ્વનાં અનેક દેશ સહિત વિશ્વભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અમેરિકામાં પણ કોરોનાનો કહેર અવિરત રીતે જોવા મળ્યો છે. અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 2.25 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમા વધુ કોરોનાથી 3500ના મોત થયા છે. આમ, USમાં કુલ મૃત્યુઆંક 3.65 લાખને પાર થયો છે અને કોરોનાના કુલ કેસ હવે 2.15 કરોડને પાર થયા છે. વાત કરવામાં આવે બ્રાઝીલની તો આહીં 24 કલાકમાં 57,400 કેસ નોંધાયા છે. અને કોરોના વાયરસથી 24 કલાકમાં 1186ના મોત થયા છે. બ્રિટનમાં કોરોનાનાં અધધધ 60 હજાર કેસ અને યુરોપ ભરમાં કોરોનાનો નવો સ્ટ્રેન હાહાકાર મચાવતા સ્થિતિ એવી તે વણસી ગઇ છે કે અનેક યુરોપીયન દેશો લોકડાઉન લગાવવા માટે મજબૂર બન્યા છે. આવા સમયે ભારત માટે કોરોના મામલે સારા સમાચાર સામે આવી રહ્યા છે.

ભારત માટે કોરોના મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત 8 મહિના પછી દુનિયાના ટોપ-10 સંક્રમિત દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું છે. દેશમાં હવે 2.22 લાખ દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. આવા દર્દીઓને જ એક્ટિવ કેસ કહેવામાં આવે છે. બાકીના એક કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 1 લાખ 50 હજાર 151 દર્દીઓના મોત થયા છે. મેમાં ભારત ટોપ-10 સંક્રમિત દેશોની યાદીમાં આવ્યું હતું. સપ્ટેમ્બર સુધી વિશ્વમાં બીજા નંબરનો સંક્રમિત દેશ બની ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના મંદો પડ્યાનાં આંકડા વિદિત છે અને સાથે સાથે ભારતમાં કોરોના સામેની લડાઇમાં હવે બે રસીને ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ભારત બાયોટેકની રસી અને સિરમ ઇન્સટીટ્યુટની રસીને સરકાર નજીકનાં દિવસોમાં જ વેક્સિનેશન માટે ઉપયોગમાં લેશે અને આ માટેની તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
