સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE ) એ રવિવારે વિવાદિત સ્વામી નિત્યાનંદના આશ્રમ માટે જમીન ભાડે આપીને સરકારી નિયમનો ભંગ કરવા બદલ હીરાપુર સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ) ની માન્યતા રદ કરી છે. સીબીએસઇએ એક આદેશમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે કે હીરાપુર સ્થિત શાળાએ “બનાવટી એનઓસી” દ્વારા સીબીએસઈની માન્યતા મેળવી હતી. આ અહેવાલના આધારે, શાળાની માન્યતા તાત્કાલિક અસરથી “રદબાતલ” થઈ છે
ડીપીએસ સ્કૂલ માં થયેલી મિટિંગ બાદ વાલીઓમાં હજી પણ બાળકોના ભવિષ્યને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે મિટિંગ બાદ હવે વાલીઓનું જૂથ એકત્ર થઇને શિક્ષણ પ્રધાન અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મળવા માટે ગાંધીનગર ગયું છે. જ્યાં શિક્ષણ પ્રધાન અને મુખ્યમંત્રી સામે બાળકોના ભવિષ્યને લઈને રજૂઆત કરવામાં આવશે.
આ ઉપરાંત બાળકોને ડીપીએસ સ્કૂલમાં ભણવાની હઠ પકડીને વિદ્યાર્થીઓના વાલીઓ ભેગા થશે. ઉલ્લેખનીય છે કે, DPS સ્કુલ અમદાવાદ ઇસ્ટની માન્યતા રદ થતા વાલીઓએ બાળકોના ભવિષ્ય ને લઈ ને શાળાના પ્રિન્સિપાલ સાથે મિટિંગ કરી હતી.
જેમાં ખાસ કરીને ડીપીએસ સ્કૂલ ની માન્યતા સીબીએસસી બોર્ડ દ્વારા રદ કર્યા બાદ આજે દિવસે DPS સ્કુલનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતુ. આ બાબતની જાણ વાલીઓને અચાનક થતા DPS સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ના તમામ વાલીઓ શાળા પર દોડી આવ્યા હતા અને વિવાદ સર્જાયો હતો.
આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમ વિવાદ: ડીપીએસની CBSE માન્યતા રદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
