ગાંધીનગર
મગફળી કૌભાંડ મામલે પૂર્વ કૃષિમંત્રી ચિમન સાપરિયાએ નિવેદન આપ્યુ હતુ. ચિમન સાપરિયાએ જણાવ્યુ હતુ કે મગફળી મામલે ખેડૂતને એક પૈસાનુ પણ નુકશાન નથી.
તેના મંત્રીકાળ દરમ્યાન ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનુ વેચાણ કરી દેવામાં આવ્યુ છે. કોંગેસ ખોટા આક્ષેપો કરી જસ લેવાનો પ્રયત્ન કરે છે.
રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદાયેલી મહફળીનુ એક સેન્ટરની જવાબદારી તેના નામે કરવામાં આવી હતી..જામ જોધપુરનીમાં ખોલવામાં આવેલા સેન્ટરની જવાબદારી તેને સોપવામાં આવી હતી.
જેમાં ચાલુ વર્ષે સાડા આઠ લાખ ટન મગફળી ખરીદવામાં આવ હતી…ખરીદી મામલે ખેડૂતો પાસેથી ચોક્કસ માહિતીનુ નિરિક્ષણ કરી મગફળી ખરીદવામાં આવે હતી. જેના આધારે તેઓએ જણાવ્યુ હતુ કે ખેડૂતોને મગફળી મામલે ખેડૂતોને નુકશાન નથી.
પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયા પોતાના પર થયેલા આક્ષેપો રદિયો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી અંદાજિત સાડા આઠ લાખ મેટ્રિક ટન ખરીદવામાં આવી હતી.
જેનું એક સેન્ટર મારા હસ્તકની મંડળી માં પણ શરૂ કરવામાં આવ્યું હતું જામજોધપુર ખાતે શરૂ કરવામાં આવેલા સેન્ટરમાં અંદાજિત સાત હજાર પોતાની મગફળી મંડળીને આપી હતી ત્યારે તે સમયે 4 લાખ 54 હજાર મગફળીની ગુણો કે.જે ની અંદાજિત કિંમત 71 કરોડની હતી તો બીજી તરફ ૧૯મી જાન્યુઆરીએ આ ખરીદીનો છેલ્લો દિવસ હોવાથી વંચિત રહેલા ખેડૂતોએ પોતાની મગફળી ખરીદવા માટે મંડળીને અને મારી સમક્ષ રજૂઆતો કરી હતી.
