દુષ્કાળની પીડા ભોગવતા કચ્છમાં આ વર્ષે મેહુલીયો મન મૂકી ને વરસ્યો છે. છેલ્લા 24 ક્લાલમાં 1 ઇંચથી થી 7 ઇંચ જેટલા સર્વત્ર વરસાદ નોધાયો છે. ધોધમાર વરસાદે કચ્છ પંથક ને જળબંબાકાર કરી દીધું છે.

સૌથી વધુ ગાંધીધામમાં રાત્રી દરમિયાન જ સાડા સાત ઇંચ વરસાદ પડ્યો હતો. તો રાપરમાં સાત ઇંચ, ભચાઉ પંથકમાં સાત ઇંચ વરસાદ, ઐતિહાસિક અંજાર શહેરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો. દુષ્કાળની પીડા ભોગવતા કચ્છી માંડું જનમાં હરખની લહેર છવાઈ ગયી છે.

તો વરસાદી માહોલમાં કચ્છમાં ઠેર ઠેર વીજ વિક્ષેપની ઘટના સર્જાઈ છે. ભારે પવન સાથે વરસેલા વરસાદથી ઘણી જગ્યાએ વીજ થાંભલાઓ પડી ગયા છે. નખત્રાણા તાલુકાના તલવાણા નજીક GEBના વાયરો ધરાશાયી થયા છે. તો લખપતમાં પણ રાત્રી દરમિયાન વારંવાર વીજ વિક્ષેપની સમસ્યા બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
