અફઘાનિસ્તાનમાં પંજશીર ઘાટીના કબજાને લઈને તાલિબાન અને ઉત્તરી ગઠબંધન વચ્ચેની લડાઈ તીવ્ર બની છે. બંને પક્ષોએ એકબીજાને નુકશનાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તાલિબાને કહ્યું કે તેણે 11 ચોકીઓ કબજે કરી સામા પક્ષના 34 લોકોને મારી નાખ્યા. તાલિબાન નેતા મુલ્લા અમીર ખાન મોતકી અને ઉત્તરી ગઠબંધનના નેતાઓ વચ્ચે પંજશીર પર ચાલી રહેલી વાતચીત નિષ્ફળ થતા યુદ્ધ શરૂ થઇ ગયુ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર તાલિબાનોએ અલ-કાયદા સાથે હાથ મિલાવીને પંજશીર ઘાટી પર કબજો કર્યો છે. અહમદ મસૂદની સેનાનું કહેવું છે કે આતંકવાદી સંગઠન અલ કાયદાએ પણ તેમની સાથે જોડાઈને પંજશીર ખીણમાં ચાલી રહેલી લડાઈમાં વિજય અપાવ્યો છે. બે દિવસથી ચાલી રહેલી લડાઈમાં બંને પક્ષોના લડવૈયાઓએ જીવ ગુમાવ્હાયો છે.
ઉત્તરી ગઠબંધનનું કહેવું છે કે તાલિબાન પંજશીર ઘાટીને કબજે કરી શકશે નહીં. ગઠબંધનનો દાવો છે કે તેમના સૈનિકોએ છેલ્લા 24 કલાકમાં તાલિબાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા છે. દરમિયાન, તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે ઉત્તરી ગઠબંધનના 34 સભ્યો માર્યા ગયા છે. તેમની 11 સુરક્ષા ચોકીઓ કબજે કરવામાં આવી છે. અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ.
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ઉત્તરી ગઠબંધન સાથે મળીને પંજશીરમાં તાલિબાન સામે લડતા અમરૂલ્લાહ સાલેહે કહ્યું છે કે અમે અફઘાન નાગરિકોના અધિકારોનું રક્ષણ કરીશું. તેમણે તાલિબાનને પ્રશ્ન પૂછ્યો, ‘જો દેશને તમારામાં કોઈ વિશ્વાસ છે, તો પછી સરહદો પર અફઘાન નાગરિકોની ભીડ કેમ છે.’
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ મહિલાઓને સૌથી વધુ ભય છે. દરેક જગ્યાએ મહિલાઓ સાથે ઘટનાઓ બની રહી છે. આ બધાની વચ્ચે, નવી સરકારની રચના પહેલા, હેરાતમાં ઘણી મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં મુકીને રાજ્યપાલ કાર્યાલય સામે પ્રદર્શન કર્યું. વિરોધ કરી રહેલી મહિલાઓએ માંગ કરી હતી કે નવી સરકારમાં તેમની પણ રાજકીય ભાગીદારી હોવી જોઈએ. એટલું જ નહીં, તેને મંત્રીમંડળ, લોયા જિરગા અને વડીલ સમિતિઓમાં સ્થાન આપવું જોઈએ.
