Rajkot Fire Tragedy/ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે એસીબી એકશનમાં, સસ્પેન્ડેડ અધિકારીઓની તપાસ કરશે

જકોટ અગ્નિકાંડ મામલે સસ્પેન્ડેડ અધિકારીઓને ડીજીપીનું તેડું આવ્યું છે. આ ઉપરાંત બદલી પામેલા અધિકારીઓની પણ પૂછપરછ થશે. ત્રણ સસ્પેન્ડેડ અધિકારીઓને બોલાવાયા છે. તેમની પૂછપરછ થશે. આ ઉપરાંત પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનીયરને પણ તેડું આપવામાં આવ્યું છે. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનીયર એસ કે. ચૌહાણનું નિવેદન નોંધવામાં આવશે.

Gujarat Ahmedabad Rajkot

Rajkot News: રાજકોટ અગ્નિકાંડ મામલે સસ્પેન્ડેડ અધિકારીઓને ડીજીપીનું તેડું આવ્યું છે. આ ઉપરાંત બદલી પામેલા અધિકારીઓની પણ પૂછપરછ થશે. ત્રણ સસ્પેન્ડેડ અધિકારીઓને બોલાવાયા છે. તેમની પૂછપરછ થશે. આ ઉપરાંત પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનીયરને પણ તેડું આપવામાં આવ્યું છે. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનીયર એસ કે. ચૌહાણનું નિવેદન નોંધવામાં આવશે.

આ ઉપરાંત એસીબીની ટીમ રાજકોટ આવશે. તે જવાબદાર અધિકારીઓની તપાસ કરશે. તે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ અને તેમના સગાઓના બેન્ક ખાતાની તપાસ કરશે. તેમની નાણાકીય લેવડદેવડની તપાસ કરશે. અધિકારીઓની બધી જ મિલકતની માહિતી મેળવશે અને આ અંગે ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે.

ગેમઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું. તંત્ર દ્વારા રાજ્યભરમાં લાયસન્સ, NOC વગરના ગેમઝોનની ચકાસણી હાથ ધરવામાં આવી. તેમજ સેફ્ટી અને મંજૂરીના મેળવી હોય તેવા ગેમઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી. રાજકોટ આંગકાડ બાદ ક્રાઇમ બ્રાન્ચે 8 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. જો કે આ ગેમ ઝોનના સંચાલકો હાલમાં રફુચક્કર થયા છે. પોલીસ ફરાર થયેલ સંચાલકોની શોધ કરી રહી છે. રાજકોટની ટીઆરપી ગેમઝોન આગકાંડના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા મનોરંજનના એકમો, વ્યાવસાયિક એકમો ઉપરાંત શૈક્ષણિક સંકુલના એકમો પર પણ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરતા બેદરકાર એકમો વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા છે.

અગ્નિકાંડમાં સંડોવાયેલા દોષિતોની ધરપકડનો દોર શરૂ થયો છે. તેમજ તંત્ર દ્વારા લાયસન્સ, NOC વગરના ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જનઆક્રોશને પગલે તંત્ર દ્વારા પણ ગેમઝોન આગકાંડની તપાસ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરાઈ છે. પ્રાપ્ત વિગત મુજબ આ મામલામાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ગેમઝોન આગકાંડમાં જવાબદાર મનાતા એવા વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગેમઝોનની જગ્યાના માલિકની ધરપકડ કરી. ક્રાઈમ બ્રાન્ચે ગેમઝોન કાંડને લઈને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી. અશોકસિંહ જાડેજા પણ પકડાઈ ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિયોદર રામાપીર મંદિરમાં જમાઈએ સાસુની હત્યા કરી, તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો

આ પણ વાંચો: ફાયર એનઓસી ન હોવાથી રાજકોટના 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ

આ પણ વાંચો: જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નથી ફાયર NOC, રાજકોટ અગ્નિકાંડના પડઘા

આ પણ વાંચો: રાજકોટમાં TRP ગેમઝોન આગકાંડમાં વધુ એક આરોપીની કરાઈ ધરપકડ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું