અમદાવાદ/ જે તમને મત આપે છે એને જ કનડગત કરો છો?,પ્રદેશ નેતાએ ટકોર કરતા ખાડિયાના નેતાઓ અંદરો અંદર બાખડયા ફરિયાદ કોણે કરી?

18 નેતાઓની યાદી તૈયાર કરી દિલ્હી મોકલાઈ,સુધારી જજો નહીં તો રાજકીય કાતર ફરશે

Ahmedabad Top Stories Gujarat
ખાડિયા

ગુજરાતમાં બીજેપીનો ઉદય ખાડિયાથી થયો જ્યારે બીજેપીની સ્થાપના નહોતી અને જનસંઘ હતું ત્યારેથી ખાડિયા વાસીઓએ જનસંઘ હોય કે બીજેપી તામામને સાથ આપ્યો છે, પરંતુ કદાચ આજે આ નેતાઓ ખાડિયા વાસીઓનું ઋણ ભૂલી ગયા હોય અને માત્ર સત્તાના નશામાં મદમસ્ત રહેવું અને પોતાની જ ‘દુકાન’ ચલાવવી એવી સ્થિતિ સર્જાઈ છે.

ગત 27 તારીખે ખાડિયા વિધાનસભાની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ નેતાઓ હાજર રહ્યા હતા તેમણે કહ્યું હતું કે ખાડિયાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી કે,  ખાડિયામાં કેમ સદસ્યતા અભિયાનમાં સંખ્યા થતી નથી ? ખાડિયા તો બીજેપીનું ગઢ છે તો પણ કેમ લોકો તમારાથી અંતર રાખી રહ્યા છે? કેમ આ સીટ હારી રહી છે. આ માત્ર સવાલો નથી પણ આ પીએમ એ કરેલી ચિંતા છે એવું કહ્યું હતું. આ વાત આવતા જ નેતાઓ જાણે કે ડઘાઈ ગયા હોય એમ એક બીજાનુ મોઢું જોઈ રહ્યા હતા.

અ 8 1 જે તમને મત આપે છે એને જ કનડગત કરો છો?,પ્રદેશ નેતાએ ટકોર કરતા ખાડિયાના નેતાઓ અંદરો અંદર બાખડયા ફરિયાદ કોણે કરી?

બાદમાં આ નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું.જે કરો છો એ બંધ કરી દે જો જે લોકોએ જનસહથી તમારો સાથ આપ્યો છે. અત્યાર સુધી તમને જીત અપાવી એ જ લોકોને તમે હેરાન કરી રહ્યા છો? વિસ્તારમાં કોઈ બાંધકામ કરે,રીપેરીંગ કરાવે,ખરીદી કરે તો એ લોકોને મદદ કરવાના બદલે હેરાન કરો છો? કોર્પોરેશનની મદદ લઈને નોટિસો અપાવો છો? એકપણ ફરિયાદ મારા સુધી હવે આવવી ના જોઈએ.

આ ટકોર ચાલતી હતી ત્યાં સુધી તો હાજર નેતાઓએ વાતને જાણે કે ગંભીરતાથી લીધી ના હોય એમ સાંભળ્યા કરતા હતા. પણ બેઠકમાં સોપો ત્યારે પડ્યો કે જ્યારે નેતાએ કહ્યું હતું કે આ વિસ્તારના 18 નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે અને દિલ્હી મોકલવામાં આવી છે. આગામી સમયમાં તે તમામ પર રાષ્ટ્રીય નેતાનો ગુસ્સો સહન કરવો પડશે આ સાથે એ પણ કહ્યું હતું કે કોઈપણ કાર્યકર્તા હોય તેની પાસે આ રીતની ફરિયાદ આવે તો પુરાવા સાથે મારા પાસે આવો સીધા. આ બેઠક પૂર્ણ થઈ એ બાદ હાજર નેતાઓ અંદરો અંદર બાખડયા હતા અને એક બીજા પર દોષારોપણ કર્યું હતું કે તમે ફરિયાદ કરી દીધી કેમ ફરિયાદ કરી દીધી.

આ પણ વાંચો:સીંટેક્ષ કંપનીએ અમારી જમીન દબાણમાં કર્યું છે ; દલીત સમાજના આક્ષેપ

આ પણ વાંચો: કેનેડાથી અમેરિકા જતાં મહેસાણાના ચાર ઝડપાયા, ગુજરાત પોલીસે શરુ કરી તપાસ

આ પણ વાંચો:લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા ગૌવંશના બિહામણા દ્રશ્યો