ઝારખંડ/ ઝારખંડમાં હોર્સ ટ્રેડિંગનો ભય,ધારાસભ્યોને લઇને જતી ફલાઇટ થઇ રદ,હવે MLAને અહી લઇ જવાયા

ઝારખંડના નવા બનનારા મુખ્યમંત્રી ચંપઈ સોરેને રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ હોર્સ ટ્રેડિંગના ડરને લઇને  ધારાસભ્યોને  ફ્લાઇટ દ્વારા હૈદરાબાદ લઇ જવાના હતા

Top Stories India
7 ઝારખંડમાં હોર્સ ટ્રેડિંગનો ભય,ધારાસભ્યોને લઇને જતી ફલાઇટ થઇ રદ,હવે MLAને અહી લઇ જવાયા

ઝારખંડના નવા બનનારા મુખ્યમંત્રી ચંપઈ સોરેને રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ હોર્સ ટ્રેડિંગના ડરને લઇને  ધારાસભ્યોને  ફ્લાઇટ દ્વારા હૈદરાબાદ લઇ જવાના હતા, રાંચીમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. તમામ ધારાસભ્યો હવે ગેસ્ટ હાઉસમાં પાછા ફર્યા છે.તેમના પર સતત વોચ રાખવામાં આવી રહી છે.હોર્સ ટ્રેડિંગનો ખેલ ભાજપ કરી શકે છે તેવો ભય નવા સીએમ બનનારા ચંપઇને છે.

ઉલ્લેખનીય છે કે રાંચીમાં આજે સવારે અને સાંજે વરસાદ પડ્યો હતો. સમગ્ર શહેરમાં ગાઢ ધુમ્મસ છે. સાંજથી ગઠબંધનના ધારાસભ્યો એરપોર્ટ પર બે ચાર્ટર્ડ પ્લેનની અંદર બેઠા હતા. ખરાબ હવામાનને કારણે બંને પ્લેન એરપોર્ટ પરથી ઉડાન ભરી શક્યા ન હતા. આવી સ્થિતિમાં ગુરુવારે રાત્રે બંને ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. તમામ ધારાસભ્યો હવે સ્ટેટ ગેસ્ટ હાઉસ પરત ફરી રહ્યા છે. મહાગઠબંધનના ધારાસભ્યોનો હૈદરાબાદ જવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ચંપઈ સોરેન ગુરુવારે સાંજે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળવા પહોંચ્યા હતા. રાજ્યપાલે બહુમત સાબિત કરવા ગયેલા ચંપાઈને આ મામલે જલ્દી નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે. ચંપઈએ કહ્યું કે તેમણે રાજ્યપાલને એક રિપોર્ટ સોંપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને 43 ધારાસભ્યોનું સમર્થન છે. જો કે, આ બેઠક પછી જ્યારે તેમને શપથ લેવાનો સમય ન મળ્યો, ત્યારે ગઠબંધનના ધારાસભ્યો બસ દ્વારા રાંચીના બિરસા મુંડા એરપોર્ટ માટે રવાના થઈ ગયા. ચંપાઈ સોરેન પણ ધારાસભ્યોને છોડવા એરપોર્ટ પહોંચ્યા હતા. આ ધારાસભ્યો રાંચીથી હૈદરાબાદ જઈ રહ્યા હતા. જો કે ધુમ્મસના કારણે બંને ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. હવે તમામ ધારાસભ્યો બસ દ્વારા ગેસ્ટ હાઉસ પહોંચી રહ્યા છે.