Not Set/ અ’વાદ:વિદેશમાં જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો,અપહરણ કર્તાઓએ વટાવી વિકૃતતાની તમામ હદો

અમદાવાદ, અમદાવાદના વિઝા એજન્ટને હરેશ પંડ્યા નોકરી અપાવવા એક ક્લાયન્ટને બેંગકોક ગયા હતા. જ્યાં તેમની સાથે એવું બન્યું કે જેની કલ્પના પણ ન કરી શકાય. વિદેશમાં કેટલાક લોકો દ્વારા તેમનું અને ત્યાંના એક એજન્ટ દેવદત્ત રાવલનું કેટલાક લોકોએ અપહરણ કરવામાં આવ્યું હતું અને તેઓને અજ્ઞાત સ્થળે લઈ જઈ તેમના પ્રાણ પ્રખેરૂ ઉડી ન જાય તેટલી […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 119 અ'વાદ:વિદેશમાં જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો,અપહરણ કર્તાઓએ વટાવી વિકૃતતાની તમામ હદો

અમદાવાદ,

અમદાવાદના વિઝા એજન્ટને હરેશ પંડ્યા નોકરી અપાવવા એક ક્લાયન્ટને બેંગકોક ગયા હતા. જ્યાં તેમની સાથે એવું બન્યું કે જેની કલ્પના પણ ન કરી શકાય.

વિદેશમાં કેટલાક લોકો દ્વારા તેમનું અને ત્યાંના એક એજન્ટ દેવદત્ત રાવલનું કેટલાક લોકોએ અપહરણ કરવામાં આવ્યું હતું અને તેઓને અજ્ઞાત સ્થળે લઈ જઈ તેમના પ્રાણ પ્રખેરૂ ઉડી ન જાય તેટલી હદે ઢોર માર મારવામાં આવ્યો સાથે તેમના એજન્ટ દેવદત્ત જે ત્યાં કામ કરતો તેને પણ માર મારવમાં આવ્યો અને તેમની પાસેથી તેમની મત્તા લૂંટી તેમને બંધક બનાવી 20 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરવામાં આવી.

જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના પરિવાર જનો પાસેથી પૈસા મંગાવવા આવ્યા. ભોગ બનનાર કોઈને સમગ્ર મામલે કોઈ વાત ન કરે કે પોલીસમાં ફરિયાદ ન કરે તે માટે તેમની સાથે વિકૃતતાની હદ વટાવતો વીડિયો બનાવવામાં આવ્યો. પૈસા મળતા તેઓને મોતને ઘાટ ઉતારવાનો આરોપીઓનો પ્લાન હતો.

પરંતુ આરોપીઓ સામે રડી પડ્તા રોતા માણસની બલી નહિં ચઢાવવાની વાત કહી ફરી તેમને માર મારી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યાર અમદાવાદના એજન્ટ હરેશ પંડ્યા બેંગકોકની હોસ્પિટલમાં એક દિવસની સારવાર લઈ અમદાવાદ પરત ફર્યા હતા તો ત્યાના એજન્ટની હાલત વધુ ગંભીર જણાતા તેને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે ત્યાંની પોલીસે તો તેમને મદદ કરી નહિં તો બીજી બાજુ અમદાવાદ આવ્યા પછી પણ અમદાવાદ પોલીસે પણ પીડિતની કોઈ પણ મદદ કરી નહિં. છેવટે પીડિતે આપઘાત કરી લઈશ તેવું કહેતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી. આ કિસ્સો વિદેશમાં નોકરી કરવા જતા અને વિદેશ ફરવા જતા લોકો માટે લાલબત્તી સમાન છે.